• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દરિયાપાર દુબઇ વસવાટ કરતા એન આર આઈ મૂળ રાજકોટ ના વતની શિલ્પાબેન ઠક્કર*

વિદેશમાં વસવાટ કરી રહેલા ભારતીય લોકો જેઓ એનઆરઆઈ તરીકે ઓળખાય છે. તેઓ જયારે પણ માદરે વતન ભારતની સફરે આવે છે ત્યારે પોતાના મનની લાગણી અને હૃદયની અનુભૂતિ કેવી હોય છે તે બાબતે દુબઈમાં રહેતા શિલ્પાબેન ઠક્કર ડીલિંગ્સ સાથે પોતાના લાગણીસભર અને સુંદર વિચારો શેર કરે છે….
મૂળ રાજકોટ(ભારત)ના વતની અને સ્ટ્રોંગ, કોન્ફિડેન્ટ અને પાવરફુલ પર્સનાલિટી ધરાવતા શિલ્પાબેન ઠક્કર એક એન.આર. આઈ. છે અને પોનાની બે બ્યુટીફૂલ ડોટર અને હસબન્ડ સાથે ઘણા વર્ષોથી દુબઈમાં વસે છે. લગ્ન બાદ ૧૯૯૩થી તેઓ દુબઈમાં જ રહે છે. શિલ્પાબેનના હસબન્ડ ત્યાં ખુબ સારી પોસ્ટ પર જોબ કરે છે અને તેઓની બે ડોટર પણ દુબઈમાં જોબ કરી રહ્યા છે.
શિલ્પાબેન પોતે એક સોશિયલ વર્કર છે. દુબઈ ખાતે શ્રી લોહાણા મહાપરિષદના GCC ZONEના તેઓ મહિલા અધ્યક્ષપદે રહીને ત્યાંના લોહાણા સમાજની સરસ સેવા કરી રહ્યા છે. શિલ્પાબેનના કહેવા મુજબ તેઓની સોશિયલ લાઈફની શરૂઆત. દુબઈના ગુજરાતી સમાજના ટ્રેઝરર તરીકે અને સેક્રેટરી તરીકે કામ કરવાથી થઈ હતી. શિલ્પાબેને પરદેશમાં રહીને પણ સમાજસેવાની જ્યોત જગાવી અને એ દિશામાં કાર્યરત છે. પરદેશમાં રહીને પણ શિલ્પાબેન પોતાના સમાજને સમયદાન આપી રહ્યા છે અને સાથે જ તેઓ ઓનલાઇન મેટ્રિમોનિયલ સેવા વોટ્સએપ ગ્રુપ દ્વારા કરી રહ્યા છે. આ ગ્રુપ બધા દેશ સાથે ક્નેક્ટેડ છે, શિલ્પાબેન મેટ્રિમોનિયલ ઓનલાઈન સેવા દ્વારા દરેક સમાજના લોકોને જીવનસાથી
શોધવામાં મદદરૂપ થઇ રહ્યા છે. મિત્રો, કોઈપણ ભારતીયને વિદેશમાં રહીને પણ તેઓને વતનની અમૂક બાબતો મિસ અચૂકપણે થતી હોય છે. આ બાબતે શિલ્પાબેન કહે છે કે, ‘હું અહીં ખૂબ જ સુખી છું, તેમ છતાં મને મારા પેરેન્ટ્સ અને સગા સંબંધીઓ અને મિત્રો ખૂબ મિસ થાય છે, કારણકે પરદેશ રહેતા હોવાથી આપણે જ્યારે પણ ભારત આવીએ ત્યારે જ મમ્મી પપ્પા અને સગા સંબંધીઓને મળી શકીએ છીએ. શિલ્પાબેન આધ્યાત્મિક હોવાથી ભારતના ધાર્મિક સ્થળોને પણ ખૂબ મિસ કરે છે.
તમે ભારત આવી ત્યારે તમારું શું
દરિયાપાર વસતા NRI દુબઈના શિલ્પાબેન ઠક્કર
દુબઈમાં મહિલા અડધી રાતે પણ કોઈ ફંક્શન કે પાર્ટીમાંથી પોતાના ઘરે એકલી જઈ શકે છે પછી એ પોતાની કાર હોય કે કે ટેક્સીમાં હોય..!! પ્રથમ તો એ કે અહીંની

ટેક્સીસર્વિસ ટોટલી દુબઈ પોલીસ સાથે કેમેરા દ્વારા કનેક્ટેડ છે જેથી ધારો કે ડ્રાઈવર જો કદાચ રૂટ બદલાવે તો તે બાબત તરત જ પોલીસને જાણ થઈ જાય છે. હું દુનિયાના મુખ્યત્વે બધા દેશમાં જઈ આવી છું,પણ દુબઈ જેવી સેફટી ક્યાય નથી જોઈ.

પ્લાનિંગ હોય છે, આ પ્રશ્નના જવાબમાં શિલ્પાબેન ખુશીભર્યા અવાજે જણાવે છે કે, ખાસ તો એ હેતુ હોય છે કે માતા-પિતા અને સગા-સંબંધીઓ-મિત્રો સાથે વધુમાં વધુ સમય વિતાવી શકીએ એવું પ્લાનિંગ હોય છે અને સાથે જ મનગમતું શોપિંગ કરીએ, દેશમાં ધાર્મિક સ્થળો અને મંદિરોએ જઈને જાત્રા કરવી એ મને ખૂબ જ ગમે છે. ભારત આવીએ ત્યારે અહીંના અલગ અલગ હિલ સ્ટેશન પર ફરવા જવાનું અમે પસંદ કરીએ છીએ.

શિલ્પાબેન ભારતીય ફૂડ વિશે જણાવે છે કે કે,’ઈન્ડિયા આવીએ ત્યારે અમે ખાસ તો અહીંનું સ્ટ્રીટ ફૂડ પ્લસ કાઠિયાવાડી ફૂડ ખાવાનું પસંદ કરીએ છીએ અને નેચરલ આઈસ્ક્રીમ

સાથે જ આપણી ભારતીય મીઠાઇને કેમ ભૂલાય! આપણે ગુજરાતી તો ખાવાના ખૂબ શોખીન.. તો અહીંની ખાસ વાનગીઓ અને મીઠાઈઓ તો ખાવાની બને જ છે.

વિદેશની કઈ બાબત તમને ભારત કરતાં વધુ ગમે છે? એ બાબતે શિલ્પાબેન કહે છે, Safety, Law Order, ત્યાંની Discipline અને Cleanliness આ બધું મને દુબઈનું વધુ ગમે છે. શિલ્પાબેનને દુબઈની સેફટી બાબતે વિગતમાં પૂછતાં તેઓ જણાવે છે કે, આજથી ૨૫ વર્ષ પહેલા મેં મારી દીકરી કરાવી જે કે.જી.માં ભણતી નાની બાળકી હતી. ત્યારે મેં એને દુબઈથી ફ્લાઈટમાં ભારત (અમદાવાદ)જવા માટે એકલી મોકલી હતી.

Related posts

*મોરબીમાં આજે બે સ્થળે 165 લોકોનું વેકસીનેશન*

Hello Morbi

*HELLO MORBI:ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું બહાર પડાયું*

editor

*મોરબી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો*

Hello Morbi

Leave a Comment