• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા ના મેધપર ગામ ના આંગણે રાઠોડ પરિવાર દ્વારા ભાયાબાપા ના સાનિધ્યમાં શ્રીરામ પારાયણ કથા નો પ્રારંભ*

મેધપર ને આંગણે રાઠોડ પરિવાર દ્વારા ભાયાબાપા ના સાનિધ્યમાં શ્રીરામ પારાયણ કથા નો પ્રારંભ

▪️સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ. શ્રી હરિકાંત મહારાજ (હમીરપર વાળા)
▪️કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપા ના સાનિધ્યમાં
▪️કથાનું રસપાન કરવા ભાવભર્યુ આમંત્રણ

જોડિયા તાલુકાના મેધપર ગામે હંમેશા જાજરમાન આયોજન અને સમાજ તથા લોક હિતાર્થના સેવા કાર્યમાં હમેશા અગ્રેસર રહેતા સમસ્ત રાઠોડ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપા ના સાનિધ્યમાં મેધપર ગામે ને આંગણે ૪૨ (બેતાલી) વર્ષ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરી ચુકાય છે. જ્યારે આ વર્ષે શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ ૪૩મી (તેતાલીસ) કથા નું સુંદર આયોજન સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

જેમાં વ્યાસ આસને ગુજરાત ના સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ. શ્રી હરિકાંત મહારાજ (હમીરપર વાળા) બીરાજી સંગીત સભર શૈલી માં કથા નું રસપાન ચૈત્રવદ ૫/૬ ને મંગળવાર તા.૧૧/૦૪/૨૦૨૩ ને સવારે ૧૦-00 કલાકે પોથી યાત્રા, ગણેશ પૂજન,માતાજીનું પૂજન કરવામાં આવેલ કથા શ્રવણ નો સમય સવારે ૦૯:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી અને બપોરે ૦૩:૩૦ વાગ્યાથી સાંજના 06:30 વાગ્યા સુધીનો રહેશે. આ કથા દરમિયાન દરરોજ બપોરે 11-30 કલાકે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રવદ -૧૪ ને બુધવાર તા.૧૯/૦૪/૨૦૨૩ ને સાંજે ૦૫:૦૦ કલાકે કથા પુર્ણાહુતી કરવામાં આવશે.

▪️કથા માં પાવકારી પ્રસંગો
શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથા માં પાવકારી પ્રસંગો શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ, રામ વનવાસ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, હનુમંત ચરિત્ર, રામેશ્વર સ્થાપના, ના ભવ્ય પ્રસંગ ની કથા દરમિયાન ઉજ્વવામાં આવશે.

▪️પિતૃ શાન્તિ યજ્ઞ અને બપોરે અભિજીત મુહુર્ત માં બીડું હોમવામાં આવશે
શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથા વિરામ. તા.૨૦/૦૪/૨૦૨૩ ગુરુવાર ના રાઠોડ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપા ના સાનિધ્યમાં સવારે ૦૭-00 કલાકે પિતૃ શાન્તિ યજ્ઞ અને બપોરે ૧૨:૦૦ કલાકે અભિજીત મુહુર્ત માં બીડું હોમવામાં આવશે. સાથો સાથ દરરોજ રાત્રીના ધૂન મંડળ, ભજન, રાસ ગરબા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. કથાનો લાભ લેવા રાઠોડ પરિવાર દ્વારા જણાવાયું છે.

સમસ્ત રાઠોડ પરિવારના પિતૃઓના મોક્ષાર્થ
આ કથા દરમિયાન ભારત વર્ષના સંતો, મહંતો, બ્રહ્મર્ષિઓને આમંત્રિત કરાશે અને તેમના આશીર્વાદ મેળવાશે. આ કથા માત્ર સમસ્ત રાઠોડ પરિવારના પિતૃઓના મોક્ષાર્થ સાથે યોજાઇ રહી છે પણ તમામ સમાજના પિતૃઓના આત્માના શાંતિ અર્થે પણ આયોજન થાય છે.

શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞના આયોજનમાં કોઈ કચાશ ના રહે તે માટે સમસ્ત રાઠોડ પરિવારના હોદેદારો, કાર્યકરો અને મહિલા પાંખની બહેનોની કમિટીની રચના કરવામાં આવી છે. આ ધાર્મિક કાર્યને દિપાવવા સંસ્થાના જેંતિભાઇ લાલજીભાઈ રાઠોડ ભીખુભાઈ તરશીભાઈ રાઠોડ, ડાયાભાઈ દેવજીભાઈ રાઠોડ, દિનેશભાઈ મુળજીભાઈ રાઠોડ, રાકેશભાઈ નરશિભાઇ રાઠોડ, (રાજકોટ) હિતેશભાઇ ગોરધનભાઈ રાઠોડ (બાલંભા) વિજયભાઈ રાઠોડ (રાજકોટ) સહિત રાઠોડ પરિવારનાં આગેવાન ભાઈઓ બહેનો સાથે જોડાઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યોનું જણાવ્યું છે તો પાવનકારી મંગલમય કથાનું રસપાન કરવા દરેક સગા સંબંધી તથા ભાવિક ભક્તોને સહ પરિવાર ને પધારવા રાઠોડ પરિવાર તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.

લી.
હિતેશકુમાર જી. રાઠોડ
મો. ૯૦૯૯૦ ૨૫૧૧૩

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: કરોડરજ્જુનો દુઃખાવો બને છે જીવનમાં અડચણ?*ડૉ પ્રતિક પટેલ આયુષમાં મળશે દરેક સમસ્યાનું શ્રેષ્ઠ નિવારણ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર હેઠળના ટી.યું. માળીયા ના પ્રા.આ કેન્દ્ર સરવડ ના ૮ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી દ્ દતક લેવાયા*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૪૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment