
મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા બનેલ વણશોધાયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી.
તા.૧૦/૦૮/૨૦૨૩
ગઇ તા.૧૧/૦૭/૨૦૨૩ ના કલાક ૨૦/૦૦ થી તા.૧૨/૦૭/૨૦૨૩ ના કલાક ૦૧/૩૦ દરમ્યાન લાલપર પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક ફેકટરી નજીક પત્થરની ખાણો પાસેથી માનવ મૃતદેહ મળી આવેલ જે લાશ સૌનાતભાઇ જપનભાઇ કઇકા ઉ.વ.૧૯ રહે. હાલ લાલપર પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં તા.જી. મોરબી વાળો હોય જે લાશ જોતા તેના ઉપર કોઇ અજાણ્યા માણસે કોઇ અગમ્ય કારણસર તિક્ષ્ણ હથિયારના ઘા મોઢાના ભાગે મારી તેને મારી નાખેલ હોવાનું જણાતા આગળની ઘટીત કાર્યવાહી કરી લાશનું પી.એમ. કરાવેલ અને બનાવ બાબતે આ કામે મરણ જનારના પરીચિત ફરીયાદી શ્રી લખનભાઇ માગેયાભાઇ બારી અનુ. જન જાતિ રહે. હાલ લાલપર પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં તા.જી. મોરબી મુળ રહે. કુલહીડા ગામ તા.ચપલાસા જી. પશ્ચિમી સિંહભુમ (ઝારખંડ)વાળાએ ઉપરોકત બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરીયાદ જાહેર કરતા જે મોરબી તાલુકા પો.સ્ટે.માં ફરીયાદ રજીસ્ટર કરાવતા મોરબી તાલુકા પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં.૧૨૭૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૦૨ તથા જી.પી.એ. કલમ ૧૩૫ મુજબનો અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો રજી. થયેલ જે ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.એ.વાળા નાઓ ચલાવે છે.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ જરૂરી સુચના આપતા શ્રી રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીનાઓએ વણ શોધાયેલ ખૂનના ગુનાઓ શોધી કાડવા અંગેની સ્પે.ડ્રાઇવનું આયોજન કરેલ તેમજ સદરહું ગુનાના કામે મોરબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જેઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.તથા પો.સબ.ઇન્સ.શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા શ્રી કે.એ.વાળા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પો.સ્ટે નાઓએ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ/ મોરબી તાલુકા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
દરમ્યાન મરણ જનાર ઇપોસ ફેકટરીમાં મજુરી કામ કરતો હોય જે બનાવ સ્થળ ફેકટરીની નજીકમાં હોય જેથી ઇપોસ ફેકટરી તથા આજુબાજુની ફેકટરીમાં કામ કરતા મજુરો, બનાવ વાળી જગ્યાની આજુબાજુમાં આવેલ ફેકટરીમાં કામ કરતા વર્કરો તથા જરૂરી ટેકનીક માધ્યમ તથા હ્યુમન સોર્સીસ મારફતે મરણજનારના ભૂતકાળ બાતે જેમાં સ્ત્રીપાત્ર, પૈસા કે અગાઉની કોઇ જુની અદાવત વિગેરે તમામ પાસાની જીણવટ ભરી રીતે તપાસ કરી પુછપરછ કરવામાં આવેલ સદરહું તપાસ દરમ્યાન ઇપોસ સીરામીકમાં કામ કરતા મજુર ઉપર વધુ શંકા હોય જેથી બનાવ અંગે ઇપોસ સીરામીકમાં કામ કરતા મજુરોની જીણવટ ભરી રીતે તપાસ કરતા બનાવને અંજામ આપનાર ગુલશન સ/ઓ ભૈયાલાલ કોલ અનુ જન જાતિ ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે. હાલ ઇપોસ સિરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં, લાલપર પાવર હાઉસ પાછળ, તા.જી. મોરબી મુળ રહે. અડહી ગામ, શંકરગઢ, પોસ્ટ બિહરીયા, થાણુ- શંકરગઢ જિ પ્રયાગરાજ (અલ્હાબાદ) ઉત્તરપ્રદેશ વાળો હોય જેની યુકિતપ્રયુકિતથી ખુબજ જીણવટ ભરી રીતે પુછપરછ કરતા પોતે ગુનાને અંજામ આપેલ છે અને બનાવનું કારણ પોતે કુદરતી હાજતે જતા મરણજનાર કોઇ પણ કારણ વગર પોતાની સાથે ગાળાગાળી કરી માથાકૂટ કરતો હોય જેથી પોતે મરણજનારને ગાળો ન દેવા અને માથાકૂટ ન કરવા સમજાવતા મરણજનાર વધુ નજીક આવતા પોતે પ્રથમ ધકો મારેલ અને ત્યાર પછી મરણજનાર ફરીથી પોછો આવી ગુલશનના બરડામાં ઢીંકો મારતા પોતાને એકદમ ગુસ્સો આવતા પોતે આ મરણજનારને ઉચકી પાઇપ તથા પત્થર પડેલ જગ્યાએ પટકેલ અને ત્યારપછી આ અજાણ્યો માણસ બેભાન થઇ ત્યા પડી રહેલ હોય જેથી પોતે પોતાના ફેકટરી એ જઇ મુકદમને ફકત કોઇ અજણ્યો માણસ ખાણ પાસે પડેલ છે તેવી વાત કરેલ અને પોતે જો કામ છોડી વતન કે અન્ય જગ્યાએ જતો રહે તો પોલીસને વધુ શંકા જાય તેમ હોય જેથી પોતે આ જ ફેકટરીમાં કામ કરતો હોવાનું જણાવેલ આમ, મજકૂર ગુલશન સ/ઓ ભૈયાલાલ કોલ અનુ જન, જાતિ ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે. હાલ ઇપોસ સિરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં, લાલપર પાવર હાઉસ પાછળ, તા.જી. મોરબી મુળ રહે. અડહી ગામ, શંકરગઢ, પોસ્ટ બિહરીયા, થાણુ- શંકરગઢ જિ. પ્રયાગરાજ (અલ્હાબાદ) ઉત્તરપ્રદેશ વાળાને એલ.સી.બી. કચેરી ખાતે યુકિતપ્રયુકિતથી જરૂરી પુછપરછ કરતા પોતે ઉપરોકત ગુનો કરેલાની કબુલાત આપતા મજકુરને હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ના ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીને હસ્તગત કરવામાં એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.એ.વાળા પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા PSI એન.એચ. ચુડાસમા, શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી/ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ મદદમાં રહેલ હતા.

