• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડીયા: પૂર પ્રભાવિત ગામોનો સર્વેકરી “અનદાતા” ને આર્થિક સહાય કરવા મુખ્યમંત્રી,કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા આગેવાનો*

જોડિયા તા ૩૧ (*લલીત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકા માં છેલ્લા ત્રણ દિવસ ભારે વરસાદ તેમજ આજી 4. ડેમના દરવાજાઓ ખોલી છોડાયેલ પાણીને કારણે સર્જાયેલ તબાહીના દ્રશ્યો પૂરના પાણી ઉતરતા ઉઘાડ નીકળતા સામે આવ્યા છે કૃષિ ક્ષેત્રે વ્યાપક નુકસાનીના સમાચારો જાણવા મળ્યા છે આજી નદીના કાંઠા ઉપરના ગામો ની સેકડો એકર જમીન ઉપર ઉભા કૃષિ પાકનો નાશ અને જમીન ધોવાણ થયું હોવાનું જાણવા મળેલ છે કિસાન અગ્રણીઓ હસમુખભાઈ રાઠોડ. નરેન્દ્ર ભાઈ પરમાર. જોડીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જેઠાલાલભાઈ અઘેરા એ મુખ્યમંત્રી ને પત્ર પાઠવી તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે સર્વે કરવા માંગણી કરી છે વધુમાં જણાવ્યું હતું કે આજી 4 ડેમ હેઠળ ના પુર પ્રભાવિત બાલંભા. રણજીતપર. માધાપર. સામપર. જામસર. ભીમ કટ્ટા. તારાણા વગેરે નદીકાંઠાના ગામોમાં પુરના કારણે કૃષિ ક્ષેત્રે ભારે તારાજી સરજી છે ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો કુદરતી એક થપાટ થી એક ઝાટકે છીનવાઈ જવા પામ્યો છે તો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી ખેડૂતોને આર્થિક સહાયરૂપ બનવું જરૂરી છે તેમજ છાર અંકુશ વિભાગ હેઠળના દરિયાઈ ખારું પાણી અટકાવતો જોડીયા થી ઝીંઝુડા સુધીનો 50 કિલોમીટર નો વર્ષો જુનો પારામાં બાલંભા. રણજીતપર વચ્ચેના ભાગમાં 40 મીટર નું મસ્ત મોટું ગામડું પડી ગયેલ છે અને ભીમ કટા થી જામસર ગામ વચ્ચેના ચાર કિલોમીટર ગ્રામ્ય માર્ગનું ધોવાણ થઈ ગયેલ છે તો જમીનો ના પારા બંધાવી આપવા ખેડૂતોની નમ્ર અરજ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દીપકભાઈ બરછાની ભારતીય યુવાશક્તિ સંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ*

editor

*મુસ્લિમ એકતા મંચના તાલુકા-જિલ્લા કન્વીનરોની મીટીંગ યોજાય*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે રાત્રે ૧૧ કલાકે શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે સર્વજ્ઞાતિય ફરાળ મહાપ્રસાદ તથા મટકીફોડ યોજાશે.*

Hello Morbi

Leave a Comment