• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી દ્રારા “ભારત કો જાનો” કસોટી યોજાઇ*

*“ભારત કો જાનો” સ્પર્ધા-૨૦૨૫*
સૌ ગુરુજનોને વંદન!
ભારત વિકાસ પરિષદ-મોરબી દ્રારા દર વર્ષે “ભારત કો જાનો” કસોટી યોજવામાં આવે છે, જેમનો ઉદ્દેશ્ય બાળકોમાં ભારતીય મૂલ્યો અને આદર્શો સ્થાપિત કરવાનો છે.
• જેમાં ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12 એમ બે વિભાગમાં લેવામાં આવે છે .
• ભાગ લેનારા બાળકોને “ભારત કો જાનો” બૂક 25₹ ના ટોકન ફી થી આપવામાં આવે છે. જેમાંથી બાળકો લેખિત પરીક્ષા માટે તૈયારી કરી શકે છે.
• આ બુકમાંથી શાળા લેવલે લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર બાળકોની મોરબી શાખા કક્ષાએ અન્ય શાળાઓનાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ બાળકો સાથે મૌખિક કસોટી (ક્વિઝ) યોજવામાં આવે છે.
• આપની શાળામાંથી આ પરીક્ષા આપવા ઈચ્છતા વિધાર્થીઓની યાદી તથા સંખ્યા વહેલી તકે ગ્રુપમાં મૂકવા વિનંતી અને આપ ગ્રુપમાં ના હોય તો સંયોજકનો સંપર્ક કરી શકો છો.
• “ભારત કો જાનો” બૂકની આપ સંખ્યા આપો એટલે આપની શાળા સુધી પુસ્તક ટૂંક સમયમાં પહોંચાડી દઇશું.
• આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ મૌખિક કસોટીમાં વિજેતા થનારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને એ ટીમ આગળ પ્રાંત સ્તરે સ્વખર્ચે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.
• લેખિત સ્પર્ધા શાળામાં ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહમાં લેવામાં આવશે તથા મૌખિક કસોટી (ક્વિઝ)નું આયોજન ઓગસ્ટ મહિનાનાં છેલ્લા સપ્તાહમાં કરવામાં આવશે. ફાઈનલ તારીખ અને સમયની જાણ કરવામાં
આવશે.
આપનો શાળા કક્ષાએ બાળકો માટેનો આ પરિશ્રમ ભવિષ્યના આદર્શ નાગરિકના ઘડતરમાં પાયાના પથ્થર સમાન છે.
શ્રી હરદેવભાઈ ડાંગર(સહસંયોજક)
મો. 97273 67555
શ્રી ચેતનભાઈ સાણંદિયા(સહસંયોજક
મો. 99740 35174
શ્રી રાવતભાઈ કાનગડ(સંયોજક)
મો. 99243 69094
લી.
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)

Related posts

*હડીયાણા ખાતે આંગણવાડી ની કાર્ય કર બહેનો દ્વારા પોષણ રેલી નું આયોજન કરાયું*

Hello Morbi

*સ્વર્ણિમા એકઝિબ્યુશન ડીસાનાં સંચાલિકા સોનમબેન રાઠીનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:વાઘગઢ ગામની સીમમાં ખુન કરી દાટેલ માનવ મૃતદેહને જનાવર દ્વારા તેના અવયવો ખાઇ ગયેલ હાલતમાં મળી આવેલ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના* *આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment