• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શાકભાજી વિભાગ નો વેપાર ખતમ કરવા કારસો* *દુકાન ધારકોના વેપારને નુકશાન પહોચાડવા કામ કરતું મોરબી માર્કેટિંગ યાર્ડ તંત્ર*

આદરણીય મીડિયા પ્રતિનિધિશ્રી,

મોરબી માર્કેટિંગ યાર્ડ, શાકભાજી વિભાગ ના વેપારને નુકશાન પહોંચાડતા નિર્ણયો અંગે ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી, પૂર્વસાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય ને x-એકસ ના માધ્યમથી થયેલ સીધી રજૂઆત અંગેની પ્રેસ વિજ્ઞપતી આપના થકી પ્રસિધ્ધ કરી, પ્રશ્નના નિરાકરણ માટે મદદરૂપ થશે.

લી.
મયુર કારિયા
મો. 9998449051

શાકભાજી વિભાગ નો વેપાર ખતમ કરવા કારસો:
દુકાન ધારકોના વેપારને નુકશાન પહોચાડવા કામ કરતું મોરબી માર્કેટિંગ યાર્ડ તંત્ર:

હાલ બટેકાની ગાડી માંથી સીધા વેચાણ ની છૂટ આપવા ગાડી દીઠ રૂપિયા 1000 ઉખરાવતા મોરબી યાર્ડના સંચાલકો 10 ગાડી ના કુલ રૂપિયા 10000 ની દરરોજ રોકડી કરવા, નાના અને મધ્યમ વેપાર કરતાં શાકભાજી વિભાગમાં દુકાન ધરાવતા અને દુકાનેથી ખેડૂતોના માલનો વેપાર કરતાં વેપારીઓને યાર્ડ સંચાલકો ના નિર્ણયો વેપારમાં નુકશાન પહોચાડી રહ્યા છે.

અનેક વખત રજૂઆત છતાં, ગેરવ્યવસ્થાના પર્યાય બનેલ મોરબી માર્કેટિંગયાર્ડના શાકભાજી વિભાગમાં દરેક બટેકા, શાકભાજી અને ફ્રૂટના હોલસેલ વેપારીઓને પોતાની દુકાન હોવા છતાં, અમુક મોટા વેપારીના હિત માટે અને રોજની રોકડી કરવા, બટેકાના વેપારને સીધો ગાડી માંથી કરવા છૂટ આપવા રૂપિયા 1000 ગાડી દીઠ નક્કી કરી, શાકભાજી વિભાગમાં અંદર દુકાન પર ગ્રાહકો પહોંચતા ઘટ્યા છે અને મંદીના માહોલ માં વધુ એક માર પડેલ હોઈ, અંદર શાકભાજી વિભાગમાં ટ્રાફિક, ગેરકાયદેસર જગ્યામાં ખાલી વાહન ઊભા રાખવા, પેટા ભાડે દુકાનોમાં વેપાર કરવા દેવો જેવા અનેક પ્રશ્નો હલ ન કરતા, રોકડા ઉખરાણા અને ટૂંકી બુધ્ધિનો પરિચય હાલ ના મોરબી ખેતીવાડી બજાર સમિતિ ના શાસકો અને સંચાલકો દ્વારા અપાય રહ્યો છે.

મોરબી જિલ્લાના દરેક ધારાસભ્યશ્રીઓને અને જિલ્લા કલેકટરશ્રીને ધ્યાન દેવા રજૂઆત શાકભાજી વિભાગ ના વેપારી દ્વારા કરવામાં આવે છે.

ઉપરોક્ત પ્રશ્નોના નિરાકરણ ન આવતા યાર્ડમાં ચક્કાજામ , હડતાળ અને જરૂર પડે તો આગામી દરેક ચૂંટણીમાં હાલના સત્તાધારી પક્ષની સામે મતદાન કરવાની ફરજ ન પડે તે જોવાની જવાબદારી સહકારી, વિધાનસભા, સંસદમાં ચૂંટાયેલા હાલના અને ભૂતપૂર્વ આગેવાનોની હોઈ, જનહિતમાં કામગીરી કરવા આહવાન કરાયેલ છે.

Related posts

*HELLO MORBI: વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કર્યા*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુર્વેદ પ્રચાર માટે રાજકોટમાં યોજાયો ફ્રી સર્વરોગનિદાન-ચિકિત્સા કેમ્પ*

editor

Leave a Comment