• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા કન્યા શાળાના ગુરૂ શિષ્ય એક સાથે ઝળ હળી ઉઠિયા*

શરદ એમ.રાવલ હડિયાણા..🙏 હડિયાણા કન્યાશાળા ના ગુરુ શિષ્યા એકસાથે ઝળક્યા જિલ્લામાં🙏

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ. જામનગર. દ્વારા સમગ્ર જિલ્લામાં ઓપન નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં પર્યાવરણ સરક્ષણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા જેવા ત્રણ વિભાગોમાં અલગ અલગ વિષય પર નિબંધ લેખન કરવાનું હતું. જેમાં અલગ-અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓ તથા સમાજના ભાઈઓ બહેનો એ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં શ્રી હડીયાણા કન્યા શાળાના મદદનીશ શિક્ષકા બારૈયા દેવાંગી બેન એમ એ પર્યાવરણ સરક્ષણ વિભાગમાં (વૃક્ષની આત્મકથા) અને કુટુંબ પ્રબોધન વિભાગમાં (બાળક ની પહેલી શાળા એટલે ઘર) એ વિષય પર લખેલા બંને નિબંધને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મળેલ છે તેમજ શાળાની વિદ્યાર્થીની કુમારી હીયાબેન જયસુખભાઇ પાડલીયાએ પર્યાવરણ સરક્ષણ અંતર્ગત લખેલા નિબંધ ને જિલ્લા કક્ષાએ તૃતીય નંબર મળેલ છે. આ સાથે તેઓ નીશ્રી લક્ષમણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ,જામનગર. તરફ થી શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ રકમ આપવામાં આવેલ છે આ બંને ગુરુ શિષ્ય ની જોડી ને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. ખરા અર્થમાં ગુરુ કરતાં શિષ્ય સવાયો એ પંક્તિને સાર્થક કરતા આ શિક્ષક વિદ્યાર્થી ની જોડી એ પોતાની શાળા તથા તાલુકા નું નામ રોશન કર્યું છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન….

 

Related posts

મોરબીના નવાડેલા રોડ

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: રાષ્ટ્રવાદી અજયભાઈ લોરીયા દ્વારા પહલગામ ખાતે થયેલ આતંકી હુમલા વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો*

editor

*મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજિત કરાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ ની પોથીયાત્રા તારીખ 11 9 ને રવિવારના રોજ નીકળશે*

Hello Morbi

Leave a Comment