• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજરોજ કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની પ્રાથમિક શાળા ખાતે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ધ્વજ વંદન ઘાંટવડ ગામ ના નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચ પદના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું .કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં સોશિયલ ડિસ્ટન્શ તથા માસ્ક દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. સંપૂર્ણ જવાબદારી અને કાર્યક્રમનું આયોજન ઘાંટવડ કન્યા શાળા તથા ઘાંટવડ કુમાર શાળાના સંયુક્ત ક્રમે ઘાંટવડ કુમારશાળાના પટાગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . ત્યારબાદ આઝાદી બાદ પ્રથમ વખત ઘાંટવડ ગ્રામ પંચાયત કચેરી ઘાંટવડ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલભાઇ મહેતર અને નટવર સિંહ મકવાણા દ્વારા ધ્વજારોહણ કરી ને ઘાંટવડ આઝાદી પછી પ્રથમ વખત આ નવી પહેલ પંચાયત કચેરી માં શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ઘાંટવડ કુમાર શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેલ સાહેબ અને ઘાંટવડ કન્યા શાળાના આચાર્ય અશોક ભાઈ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં હાજર રહેનારા મહાનુભવો ઘાંટવડ ગામના સરપંચ શ્રી અબદુલભાઇ મહેતલ ઉપ સરપંચ શ્રી નટવર સિંહ મકવાણા તેમજ ન્યાય સેવા સમિતિના ચેરમેન અશોકભાઈ વાઢેર તાલુકા પંચાયતના સદસ્ય ડાયાભાઈ વાઢેર

તથા માજી સરપંચ વાલજી ભાઈ તથા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો તથા સ્કૂલ સ્ટાફ અને ગ્રામજનો હાજર રહી ને સફળ બનાવી સુંદર આયોજન કર્યું હતું

 

Related posts

*HELLO MORBI:ડીસાના જાહેર જીવનના રઘુવંશી લોહાણાઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI NEWS:ગાયત્રી ઉપાસનાના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતાં રાજકોટનાં જાણીતાં કથાકાર પ્રફુલ્લાબેન ઠક્કર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં ધરખમ વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

Leave a Comment