• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા* *શ્રી નવદુર્ગા ગરબી મંડળ (ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ૧) દ્વારા આઠમા નોરતે નાની બાળાઓ દ્વારા ખોડીયાર માતાજી ની સાત બહેનો તેમજ બહેનો દ્વારા ભુવા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું*

માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા નિમિત્તે ટંકારામાં માં ઠેર ઠેર પ્રાચીન ગરબીના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારામાં શ્રી નવદુર્ગા ગરબી મંડળ( ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ૧ )દ્વારા પ્રાચીન ગરબી નું આયોજન કરવામાં આવ્યું છે.આજના અર્વાચીન દાંડિયારાસના યુગમાં હજુ પણ પ્રાચીન ગરબીની જમાવટ જોવા મળે છે. અહીં બહેનો દ્વારા દરરોજ અલગ અલગ થીમ પર પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. જેમાં હુડા રાસ, ટીટોડો,ભુવા રાસ વગેરે જેવા પ્રાચીન રાસ રમવામાં આવે છે. અહીં ભાઈઓ દ્વારા પણ રાસ ની રમઝટ બોલાવવામાં આવે છે.અહીં આઠમા નોરતે નાની બાળાઓ દ્વારા ખોડીયાર માતાજીની સાત બહેનો તેમજ બહેનો દ્વારા ભુવા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Related posts

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

*મોરબીમાં રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ના ભાગરૂપે સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

ચીનના ત્રણ શહેરોમાં કોરોનાના નવા કેસ આવતા હડકંપ, લાખો ટેસ્ટિંગ, શાળા બંધ

Hello Morbi

Leave a Comment