• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રઘુવંશી ક્રાંતિ મંચ- મોરબી જીલ્લા ના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણી ની નિમણુંક*

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા અને અખંડીતતા માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો.ધર્મેશભાઈ ઠક્કર, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ નગદીયા, ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ નથવાણી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ સોનલબેન વસાણી, સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ ભાવીનભાઈ સેજપાલ દ્વારા રઘુવંશી ક્રાંતિ મંચ- મોરબી જીલ્લા ના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણી ની નિમણુંક કરવામાં આવી છે. તેમની નિમણુંક બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રઘુવંશી સમાજ ના રાજકીય અસ્તિત્વ માટે મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા વિશાળ રઘુવંશી એકતા મહાસંમેલન યોજવા માં આવ્યુ હતુ. જેમાં સમગ્ર ગુજરાત માંથી રઘુવંશી અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત દરેક મથક નાં રઘુવંશી અગ્રણીઓએ રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક પવિત્ર *શ્રી રામધામ* ના પ્રણેતા મા. શ્રી જીતુભાઈ સોમાણીને સમર્થન આપ્યુ હતુ ત્યારે મોરબી જલારામ સેવા મંડળ ના અગ્રણી ભાવીનભાઈ ગીરીશભાઈ ઘેલાણી ની રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લા ના પ્રમુખ તરીકે નિમણુંક ને મોરબી, વાંકાનેર તથા ટંકારા ના લોહાણા સમાજ ના અગ્રણીઓએ આવકારી છે તેમજ આગામી સમય માં લોહાણા સમાજ ના ઉત્કર્ષ માટે સહીયારા પ્રયત્નો દ્વારા રઘુવંશી ક્રાંતિ મંચ ના ઉદેશો ને સિધ્ધ કરવા મોરબી જીલ્લો કાર્યરત રહેશે તેવી કટીબધ્ધતા દર્શાવી છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળીયાના ખીરઈ નજીક ડામર પાથરી રોડ રીપેર કરાઈ રહ્યો છે*

editor

*HELLO MORBI: ૧૬ સપ્ટેમ્બરના રોજ ટંકારા ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*HELLO MORBI:મોરબીના નવયુગ સંકુલમાં વન્ડર સ્ટાર એનયુલ ફંક્શન યોજાયું*

editor

Leave a Comment