• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: શ્રી હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી*

*શ્રી હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી*

આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા શાળાની ધોરણ 1 થી 8 ની તમામ વિદ્યાર્થીની બહેનોને એક અઠવાડિયામાં ઓછામાં ઓછા બે સેવાકીય કાર્યો કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું અને આ કરેલા સેવાકીય કાર્યો સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતી નિમિત્તે પ્રસ્તુત કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો.અને પોતાનાથી થતી યથાયોગ્ય સેવાકીય પ્રવૃતિઓ કરી હતી. આજરોજ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે પોતે કરેલ સેવાકીય પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. જેમાં બાળકોએ જરૂરિયાતમંદને કપડા, ભોજન, ચીજ વસ્તુઓ વગેરે આપવનું, દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરવી, પોતાની આસપાસ, કુટુંબ, પરિવારમાં, શાળામાં મદદ કરી, વૃદ્ધાશ્રમમાં જઈ અને સેવા આપેલ,પોતાની સહપાઠી વિદ્યાર્થીની બહેનોને મદદ કરવી વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ કરી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બાલ્યાવસ્થાથી જ સેવાકીય પ્રવૃતિઓનું મહત્વ સમજાય તથા તેઓ નાનપણથી જ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાય એવો હતો. બાળકોએ પણ પોતે કરેલી સેવાઓથી ખૂબ પ્રસન્ન થયા હતા અને ખૂબ જ ગર્વની લાગણી અનુભવ્યાનું જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. બીઆરસી કોઓર્ડીનેટર આશિફભાઈ જામી તથા સીઆરસી કોઓર્ડીનેટર કનુભાઈ જાટીયા દ્વારા વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ એન મકવાણાએ સેવાકીય કાર્યો કરવા બદલ શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોને બિરદાવી હતી…………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર..
ગામ :: હડિયાણા……..

Related posts

*મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરિયાની 1 લાખની જાહેરાત થી ૨૩ માંથી13 ગ્રામ પંચાયત સમરસ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના નવા વરાયેલા હોદ્દેદારોનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

Leave a Comment