• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું*

 

મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું

પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન ગુજરાત દ્વારા મોરબી સિરામિક એસોસિએશનના સહયોગથી મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો અને કર્મચારીઓ માટે સલામતી જાગૃતિ તાલીમ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૪૦ જેટલા ઉધોગના કર્મચારી તથા ઉધોગના માલિકોએ ભાગ લીધો હતો. અને સુરક્ષા કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. આર. વેણુગોપાલ (IPESS), જોઈન્ટ ચીફ કંટ્રોલર ઑફ એક્સપ્લોઝિવ, ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં સલામતી ધોરણો જાળવવા માટે સિરામિક ઉદ્યોગો તરફથી વધુ પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં ડો. વેણુગોપાલે પ્રોપેન સુરક્ષામાં તાલીમ આપવાના આ પ્રયાસમાં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી તમામ સહકારની ઓફર કરી હતી. મોરબી ખાતેના મેગા ઈવેન્ટમાં સિરામિકના પ્રમુખ હરેશ બોપલિયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ તેમજ એસો.ના સભ્યો સાથે ૪૫૦ ફેક્ટરીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો. PESO, IOCL, BPCL, HPCL અને Aeigis ના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા સત્રો આપવામાં આવ્યા હતા અને સિરામિક ઉદ્યોગોના કર્મચારીઓ અને માલિકોની જંગી ભાગીદારીએ પ્રોપેન સ્ટોરેજ, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશનમાં સલામતી પ્રદાન કરવામાં ઇવેન્ટને મોટી સફળતા આપી હતી

Related posts

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

*કોરોના કાળ હળવો થયા બાદ પણ માસ્ક દંડ પ્રક્રિયા માંથી મતદાર પ્રજાને મુક્તિ ક્યારે!?*

Hello Morbi

*આજ થી હડિયાણા ખાતે તા.15..16..17.04.22 ના ત્રી.દીવસિય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે*

Hello Morbi

Leave a Comment