• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી,
તા-૨૩/૦૨/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબએ મોરબી જિલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ શ્રી એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન HC નિરવભાઇ મકવાણા PC ભરતસિંહ ડાભી, ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પંચમુખીઢોરા વિસ્તારમાં જાહેરમાં બે ઇસમો વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે આધારે રેઇડ કરતા બે ઇસમોને રોકડા રૂપિયા ૧૫૦૦૦/- તથા વર્તી સાહિત્ય, મોબાઇલફોન નંગ-૦૨ મળી કુલ રૂ. ૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કુલ ત્રણ ઇસમો વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકાડાયેલ આરોપીના નામ સરનામા :-
(૧) ભરતભાઇ ગોરધનભાઇ પાટડીયા ઉ.વ. ૩૩ રહે. પંચમુખી ઢોસા,ટેલીફોન એક્ષચેન્જ પાસે, હળવદ (૨) પ્રદિપભાઇ સંજયભાઇ ભામરે ઉવ-૨૮ રહે. જી.આઇ.ડી.સી.દુધ ડેરી પાસે, હળવદ મુળ ગામ-ખરડા, શિવમંદિર પાછળ, તા.દેવડા જી.નાસીક મહારાષ્ટ્ર
નહી પકાડાયેલ આરોપીના નામ સરનામાં
(૧) અનિલભાઇ જેરામભાઇ દેકાવાડીયા રહે. ટેલીફોન એક્ષચેન્જ પાછળ, હળવદ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી.એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબ વાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવા માં આવશે.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ હસ્તે સાત નવી એસટી બસો નું લોકાર્પણ કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment