• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર ની સરવડ દ્વારા કે.પી. હોથી માધ્યમિક શાળામાં એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણ માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો..*

*પ્રા.આ.કેન્દ્ર ની સરવડ દ્વારા કે.પી. હોથી માધ્યમિક શાળામાં એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણ માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો..*
આજ રોજ તારીખ ૨૩/૦૨/૨૦૨૩ના રોજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતાબેન દવે ની સુચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ડી.જી.બાવરવા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા સરવડ ગામે આવેલી કે.પી.હોથી માધ્યમિક શાળા ખાતે એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણમાં માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ માં પ્રા.આ.કેન્દ્ર ના મેડીકલ ઓફિસરશ્રી ડો.નિરાલીબેન ભાટિયા. આરબીએસકે મેડીકલ ઓફિસરશ્રી ડો.જલ્પાબેન કાવર ફીમેલ સુપરવાઈઝર કૈલાશબેન, ફી.હે.વ ઝરીનાબેન તથા સી.એચ.ઓ. ઇરમબેન દ્વારા વિદ્યાર્થીનીઓ ને એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કે.પી.હોથી માધ્યમિક શાળા ની ૯૧ કિશોરીઓ એ ભાગ લીધેલ હતો. જેઓ ને નીચે મુજબનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેન્સ્ટ્રુઅલ હાઇજીન ના અભાવે થતા ઇન્ફેક્શન તેમજ રોગો વિષે માહિતગાર કર્યા.તેમજ
“મેન્સ્ટૂઅલ હાઇજીન અવેરનેશ” વિશેની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. અને કિશોરીઓ દ્વારા તેને મૂંઝવતા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. અને મેડીકલ ઓફિસર દ્વારા તેમના પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માધ્યમિક શાળાના સ્ત્રી શિક્ષકો એ પણ હાજરી આપી હતી. તેમજ કાર્યક્રમ અંતે પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા દરેક કિશોરીઓ ને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્ય શ્રી તેમજ અન્ય શિક્ષકો એ ખુબ જ જહેમત ઉઠાવી હતી..

Related posts

*જલોત્રા નિવાસી ધર્મપ્રેમી અને સેવાભાવી સમુબેન રાવળ નું દુખદ અવસાન*

Hello Morbi

*HELLO MORBI:ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: આગામી ૨૫ મે ના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

Leave a Comment