• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રસ્તો ભુલી ગયેલા સીરામીક કારખાનાના મજુર મહીલાને તેના પરીવાર સાથેમિલન કરાવતી હળવદ પોલીસ*

રસ્તો ભુલી ગયેલા સીરામીક કારખાનાના મજુર મહીલાને તેના પરીવાર સાથે
મિલન કરાવતી હળવદ પોલીસ
તા.૨૦/૦૭/૨૦૨૩
મ્હે.પોલીસ અધીક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને શ્રી નાયબ પોલીસ અધીક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર હળવદ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં SHETEAM દ્વારા મહિલા તથા બાળકો તથા સિનીયર સીટીઝન લગતી કામગીરી કરવાની સુચના હોય જે અંર્તગત ગઇ કાલ હળવદ પોલીસ સ્ટેશનના ખાતે એક સજ્જન વ્યક્તિનો ફોન આવેલ અને વાત કરેલ કે, હળવદ બસ સ્ટેશન પાસે એક અજાણી મહીલા બેઠી છે. તેણીની સાથે કોઇ નથી. જેથી પોલીસ મોકલો તેવી વાત કરતાં તુરંતજ SHE TEAM ના માણસો દ્રારા હળવદ થાણા અધિકારી શ્રી કે.એમ.છાસીયા સાહેબને જાણ કરતાં. પોલીસ ઇન્સ. સાહેબે સદરહુ માહીતી સી- ટીમ તથા હળવદ પોલીસ સ્ટેશનની PCR વાન હકીકત વાળી જગ્યાએ મોકલી સદરહુ અજાણી મહીલાને પો.સ્ટે. લાવી મહીલાની સી-ટીમ માણસોએ પુછ પરછ કરતાં પોતાનું નામ આશાબેન મહેશભાઇ ગણાવા હોવાનુ જણાવી મહીલા પોતાના પતિ સાથે મન દુખ થતા પોતે સીરામીએક કારખાને કામ કરતા હોય ત્યાંથી નીકળી ગયેલ અને અંધારૂ થઇ જતા કારખાનાનો રસ્તો ભુલી જતા પોતે ડરી ગયેલ હોય જેથી હળવદ આવી બેસી રહેલ જેથી તેઓને સી-ટીમ મારફતે પૂછ પરછ કરી જરૂરી ભરોસો વિસ્વાસ આપી તેઓની પરીવારની વિગત જણાવાનો પ્રયત્ન કરતા આ બહેને પોતે દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામના મંડોલ ફળીયાના હોવાનુ જણાવતા અને ત્યાં આ બહેનના માતા-પિતા રહેતા હોવાનુ જણાવતા પોર્સ્ટ.ઓ. મારફતે દાહોદ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી આ બહેનના માતાપિતાનો સંપર્ક કરી તેઓને બોલાવી આ મળી આવેલ બહેન નામે આશાબેન મહેશભાઇ ગણાવા નાઓને તેઓના માતા પિતા સાથે સહી સલામત જરૂરી કાઉન્લીંગ કરી મોકલી આપવામા આવેલ છે.
સારી કામગીરી કરનાર
પોલીસ ઇન્સ. શ્રી કે.એમ,છાસીયા
પોલીસ હેડ કોન્સ. જયેશભાઇ રામભાઇ ચાવડા (પી.એસ.ઓ.)
મહીલા પો.કો. મીનાબેન મનહરભાઇ તારબુંદીયા
મહીલા પો.કો. પૂજાબેન શંકરભાઇ કણઝરીયા
પોલીસ હેડ કોન્સ. ભરતભાઇ મોહનભાઇ આલ

Related posts

ગુજરાતમાં કોવિડ-19ની સામે એક જ દિવસમાં 15 લાખને વેક્સિન અપાશે, 60 હજાર કર્મચારીઓ મળીને કોરોનાને હરાવશે!

Hello Morbi

*HELLO MORBI: ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેતરમાં ઉભા ઘઉંના પાકમાં છુપાવેલ ૬૮ બોટલ દારૂ અને મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*માતા ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો શક્ત શનાળા નો બાવરવા પરિવાર*

Hello Morbi

Leave a Comment