• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કચ્છ: અંજાર, ગાંધીધામ વિસ્તારમાં થયેલ મો.સા ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ચોરીના મો.સા. સાથે પકડી પાડતી કાઇમ બ્રાન્ચ મોરબી*

કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ વિસ્તારમાં થયેલ મો.સા ચોરીના આ મો.સા. ચોરીમાં સંડોવાયેલ ઇસમને વધુ એક ચોરીના મો.સા. સાથે પકડી પાડતી કાઇમ બ્રાન્ચ મોરબી
ri-૦૭૮૧૦/૨૦૨૩
શ્રી અશોકકુમાર યાદવ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબી શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) નાઓએ મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા શ્રી, ડી.એમ. હોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ. ચુડાસમા શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ પોલીસ સ્ટેશનના મળી આઠ મોટર સાયકલ ઉઠાંતરીમાં સંડોવાયેલ મુળ મોરબી કાલીકા પ્લોટનો રહીશ વિશાલ ભીમજીભાઇ આતરૅસા હાલ રહે.મીઠીરોડની બાજુમાં, ઇન્દીરાનગર, ગાંધીધામ વાળો વધુ એક ચોરી કે છળ કપટથી મેળવેલ મોટર સાયકલ સાથે મોરબી તરફ આવનાર હોવાની મળેલ હકિકત આધારે મોરબી મહારાણા પ્રતાપ ચોક ખાતે વાંચી હોય તે દરમ્યાન વિશાલ ભીમજીભાઇ આતરૈસા રહે. હાલ મીઠીરોડની બાજુમાં, ઇન્દીરાનગર, ગાંધીધામ, મુળ રહે. કાલીકા પ્લોટ, સરદારજીના બંગલા પાસે, મોરબી વાળો નંબર પ્લેટ વગરના હિરો પેસન પ્રો મો.સા. નંબર પ્લેટ વગરના સાથે મળી આવતા તેને રોકી તેની પાસેના મો.સા.ને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા જે હિરો પેસન પ્રો મો.સા. ના એન્જીન નંબર JĀ12ABBGL09995 વાળા તથા ચેસીસ નંબર અવાચ્ય હોય જેની કિ.રૂ. ૨૦,૦૦૦/– ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મજકુરને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી. મુજબ પકડેલ છે. સદરહુ મો.સા. બાબતે મજકૂરને પુછપરછ કરતા સદર મો.સા. પોતાના સાગરીત પપ્પુ વાઘેલા રહે વર્ષામેડી તા. અંજાર જી. કચ્છ ભુજ વાળા સાથે મળી શાંતિધામ વિસ્તાર, અંજાર ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે. જે આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવી, પો.સ્ટે. તરફ મજકુર ઇસમ તથા મો.સા. સોંપી આપેલ છે,
મજકૂરની પુછપરછ દરમ્યાન પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક માસમાં અંજાર તથા ગાંધીધામ તથા તેની આજુબાબજુના વિસ્તાર માંથી નવ મોટર સાયકલોની ચોરી કરેલ જે પૈકી આઠ મોસા. પોતાના સાગરીત કરશનભાઇ ભરતભાઇ રાતૈયા રહે. ગોલાસણ તા. હળવદ વાળો અગાઉ પકડાય ગયેલ છે અને પોતાને આ તમામ મો.સા. ચોરીના કામે અંજાર તથા ગાંધીધામ પો.સ્ટે, ખાતે રજી થયેલ ગુનામાં પકડવાનો બાકી છે.
પકડાયેલ ઇસમનું નામ સરનામુઃ-
વિશાલ ભીમજીભાઇ આતરસા રહે. હાલ મીઠીરોડની બાજુમાં, ઇન્દીરાનગર,ગાંધીધામ, મુળ રહે. કાલીકા પ્લોટ, સરદારજીના બંગલા પાસે, મોરબી
પકડાવાના બાકી ઇસમોના નામ સરનામા:-
(૧) પપ્પુ વાધેલા રહે. વર્ષામેડી તા. અંજાર જિ. કચ્છભુજ – પકડાયેલ મુદામાલની વિગત –
હિરો પેસન પ્રો મો.સા. ના એન્જીન નંબર JA12ABBG09995 કિ.રૂ, ૨૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા કા શ્રી,એન.એચ.ચુડાસમા,શ્રી કે.એચ.ભોચીયા, શ્રી, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો.

Related posts

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય-મોરબીમાં રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી*

editor

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો*

editor

Leave a Comment