
મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તારમાથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી લીલાપર રોડ ઉપર થી ખાનગીરાહે બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા ને ખાનગીરાહે બાતમી મળેલ કે લીલાપર ગામ તરફ થી શંકાસ્પદ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે એક ઇસમ આવતો હોય જેથી હકિકત વાળો મજકુર ઇસમ નંબર પ્લેટ વગરનુ મોટર સાયકલ લઇ નિકળતા તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટર સાયકલ ના માલીક નામ સરનામુ અન્ય ઇસમનુ હોય જેથી મજકુર ઇસમને વિશ્વાસ લઇ પુછપરછ કરતા મોરબી તાલુકા ના લાલપર ગામ પાસે આવેલ હોનેસ્ટ હોટલ ના ગ્રાઉન્ડ માથી સદરહુ મોટર સાયકલ ચોરી કરેલાનુ કબુલાત આપતા આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી
કાન્હા વિટાનભાઇ પાઠક ઉ.વ.૨૧ રહે.આમહીયા શાસ્ત્રનીગાર જી.રીવા (એમ.પી.)
કબ્જે કરેલ મુદામાલ
કબ્જે કરેલ મુદામાલ વિગત
સ્પેલન્ડર પ્રો મોટર સાયકલ જેના એન્જીન નં.07J03C12634 તથા ચેસીસ નં.07115M25262 જેની કિ.રૂ,૨૦,૦૦૦/-ગણી કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ પો.કોન્સ
શ્રી રાજદીપસિહ પ્રતાપસિંહ એ.એ.આઇ શ્રી સિધ્ધરાજભાઇ કાનજીભાઇ પો.કોન્સ શ્રી અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પો.હેડકોન્સ શ્રી તેજાભાઇ આણંદભાઇ પો.કોન્સ શ્રી કિશોરભાઇ મેણંદભાઇ પો.હેડકોન્સ શ્રી હિતેષભાઇ વશરામભાઇ પો.કોન્સ
શ્રીચકુભાઇ દેવશીભાઇ પો.હેડકોન્સ શ્રી સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પો.કોન્સ
