• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ૨૭ ઓક્ટોબરના રોજ ટંકારા ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા, ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*મોરબી ઝુલતાપુરની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ કરાય*

Hello Morbi

*કોડીનારના નાગરિકોની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે સતત કાર્યરત પોલીસ*

Hello Morbi

*રસનાળ ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રી નો વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

Leave a Comment