• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના જાંબુડીયા ગામની સીમ માં ઢોર બાંધવાના વાડામાં પ્લા.ના કેરબા જમીનમાં દાટી તેમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, શિવ શક્તિ કાંટા પાછળ ઢોર બાંધવાના વાડામાં પ્લા.ના કેરબા જમીનમાં દાટી તેમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી. /જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા ડાઇવનું આયોજન કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ પ્રોહી / જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય

જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે એ વાળા નાઓએ પોલીસ કોન્સ જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, શિવશક્તિ કાંટા પાછળ વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ વાળો પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ હોર બાંધવાના વાડામાં અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવી ચોરી છુપીથી ઇંગ્લીશ દારૂનુ વેંચાણ કરે છે વિગેરે મતલબેની મળેલ હકીકત આધારે સદરહું હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા મજકૂર ઇસમને કોર્ડન કરી પકડી પાડી મજકૂર ઇસમ જે જગ્યાએ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો તે જગ્યાએ જોતા જમીનમાં એક પ્લા.નો આશરે ૫૦ લીટર ક્ષમતાવાળો કેરબો દાટેલ હોય અને તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવેલ મળી આવતા સદરહું વાડામાં જીણવટ ભરી રીતે તપાસ કરતા બીજા કેરબાઓ પણ દાટેલ હાલતના મળી આવતા મળી આવેલ કૂલ-૦૭ પ્લા.ના કેરબામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૧૨૮ કિં.રૂ.૪૯,૩૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.

આરોપી :- વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ જાતે દરબાર ઉ.વ.૩૪, ધંધો-વેપાર, રહે, જાંબુડીયા ગામની સીમ, શિવ શક્તિ કાંટા પાછળ, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૨૮ કિં.રૂ.૪૯,૩૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઈ.શ્રી બી.એમ.બગડા
તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઈ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીથભાઇ લોખીલ તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા ફુલદિપભાઇ કાનગડ તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*હળવદ માં 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સીરામીક એસોસીએશન હોલ ખાતે સિપીસીબી અને સિરામિક ઉદ્યોગકારો ના સંયુકત ઉપક્રમે સેમિનાર યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment