• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નારીશક્તિ શાખા,મહિલા સમતી અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા મોરબી જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર અપાયું*

મોરબી તા ૭ પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો દેશભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં આજે એક્તા એ જ લક્ષ્ય સંગઠન (નારી શક્તિ શાખા)મોરબી મહિલા સમિતિ અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું છે
જે આવેદનમાં જણાવ્યું છે કે સંદેશખાલીમાં મહિલાઓ અને પરિવારો પર અમાનવીય અત્યાચાર થઇ રહ્યા છે અને હિંસા થઇ રહી છે તેનો વિરોધ નોંધાવીએ છીએ આવી ઘટનાઓ સતત બની રહી છે ૪૭ દિવસ પૂર્વે ઇડી અધિકારીઓની ટીમ પર હુમલો થયો હતો બાળકો અને મહિલાઓ સાથે અમાનવીય અને ક્રૂર વ્યવહાર, યૌન ઉત્પીડન, મારપીટ સહિતની ઘટનાઓ બની છે તેમજ જામીન પચાવી પાડવાની ઘટનાઓ સતત ઉજાગર થઇ રહી છે
આવી અમાનવીય અત્યાચારની ઘટનાઓ બાદ પણ પોલીસે એફઆઈઆર નોંધી નથી જેથી પશ્ચિમ બંગાળમાં થઇ રહેલા અત્યાચારોના બનાવમાં દોષિતો વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવામાં આવે બધા દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય આપવામાં આવે અને પીડિત મહિલાઓ અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે તેમજ આર્થિક સહાયતા આપવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ બંગાળ સરકાર અને પોલીસ સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે

Related posts

*HELLO MORBI:હવન અષ્ટમીના દિવસે જલારામભકિતધામના ગૃપની બહેનોએ ઝુંપડપટ્ટી ની બાળાઓને જમાડીને લ્હાણી આપી*

editor

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

*કોવિડ ના નવા વેરીયન્ટ ઓમિક્રોન અંગે બાળકો ના વાલીઓ તથા શાળાઓ ને જરૂરી સુચનો આપતા મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા*

Hello Morbi

Leave a Comment