• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી*

*મોરબી પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી*

*મોરબી, ૨૮ ઓગસ્ટ*
મોરબી પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનેશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સ્થાનિક અધિકારી/પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ ટંકારા તાલુકામાં કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, કેટલા માર્ગ હાલ બંધ છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, દિવાલ કે મકાન પડવાની ઘટના બની હોય તો તે બાબત, ખેડૂતોને થયેલી નુકસાન, કેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અધિકારી/પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, ટંકારા મામલતદારશ્રી કેતન સખીયા, અગ્રણીશ્રી નરેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદભાઈ વાંસદડિયા તેમજ ટંકારાના સ્થાનિક પદાધિકારી અધિકારીઓ ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:પડધરી: મહોરમનાપર્વે નિમિત્તે પડધરી પોલીસ દ્વારાચુસ્ત બંદોબસ્તની સાથેડ્રોન કેમેરાથી પણચાંપતી સુરક્ષા વ્યવસ્થા રખાઈ*

editor

*HELLO MORBI:મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો. અને એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભારત-ઓસ્ટ્રેલિયાની LIVE મેચ નિહાળી*

editor

*ઘાટવડ ગામે હજરત રોશન શા પીર બાબા નો ઉર્ષ ભાઈચારા અને કોમી એકતાથી મનાવવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment