
મોરબી તાલુકાના મકનસર ગામની સીમ તુલસી કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રી ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી સાત ઇસમોને રોકડા રૂપીયા-૧,૭૦,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ મોરબી.
તા.૦૧/૦૯/૨૦૨૪
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના ઓ તરફથી સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની બદ્દી નેસ્ત નાબુદ કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંગે અસરકારક કામગીરી કરવા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સ. શ્રી એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ-ફર્લો સ્ક્વોડ મોરબી તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબીના ASI હીતેન્દ્રસિંહ ચુડાસમા, HC શકિતસિંહ ઝાલા, દશરથસિંહ ચાવડા, PC ભગીરથસિંહ ઝાલાને હકીકત મળેલ કે, મોરબી તાલુકાના મકનસર ગામની સીમ આવેલ તુલસી કોમ્પ્લેક્ષમાં શ્રી ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસ ભાડેથી રાખી તે ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂ.૧,૭૦,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.> પકડાયેલ આરોપીઓનાનામ સરનામા
૧. દિપકભાઇ પ્રમોદભાઇ સીધાપુરા ઉ.વ. પર રહે. મોરબી-૦૨ રૂષભનગર શેરી નં-૦૧
૨. શૈલેષભાઇ નારણભાઇ ઓધવીયા ઉ.વ. ૪૦ રહે. ઉમા ટાઉનશીપ પરીશ્રમ એપાર્ટમેન્ટ
૩. ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા ઉ.વ. ૫૦ રહે. મોરબી દરબારગઢ પારેખશેરી
૪. શૈલેષભાઇ પુનાભાઇ ટાંક ઉ.વ. ૩૯ રહે. રાજકોટ યુનીવર્સીટી રોડ, રૂષીકેશ સોસાયટી
૫. હસમુખભાઇ રતીલાલ કાસુન્દ્રા ઉ.વ. ૪૮ રહે. મોરબી-૦૨ ઉમાટાઉનશીપ પટેલ
૬. યજ્ઞેસભાઇ રમેશભાઇ ભોજાણી ઉ.વ. ૩૦ રહે. મોરબી રવાપર રોડ, ડીવાઇન એપાર્ટમેન્ટ
૭. રાજેશભાઇ સુખરામભાઇ સોનાર્થી ઉ.વ. ૩૩ રહે. કોટડી સીતલા માતા મંદીરની બાજુમાં મકાન નં-૯૫ પોસ્ટ ધીકવા તા.જી.રતલામ (મધ્યપ્રદેશ)- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.
