• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જીવનદર્શન:* *સેવા,સ્મરણ,સમર્પણના માધ્યમથી અલગારી જીંદગી જીવી અલવિદા થયેલ થરાનાં માતુશ્રી મુકતાબેન અચરતલાલ ઠકકર*

જીવનદર્શન…
સેવા,સ્મરણ,સમર્પણના માધ્યમથી અલગારી જીંદગી જીવી અલવિદા થયેલ થરાનાં માતુશ્રી મુકતાબેન અચરતલાલ ઠકકર
જન્મ અને મરણ એ કુદરતનો અતિ નિયમિત ક્રમ છે.જન્મ અને મરણ વચ્ચેના સમયગાળામાં કેટલાક વ્યક્તિઓ એવું સરસ જીવન જીવતા હોય છે કે તેમનું જીવન પ્રેરણાસ્ત્રોત અને સુગંધિત બની જાય છે.તારીખ 29-81953 ના રોજ આ ધરા ઉપર અવતરણ કરી તારીખ 13-7-2024 શનિવારે અલવિદા થયેલ પરમ વંદનીય,આદરણીય,માનનીય અચરતલાલ શીવરામભાઈ ઠકકરને હજુ તો ઝાઝો સમય થયો નહોતો.તેમનો શોક હજુ તો ચાલુ જ હતો.ત્યાં તો તારીખ 8-4-1952ના રોજ આ ધરા ઉપર અવતરનાર પૂજ્ય માતુશ્રી મુકતાબેન અચરતલાલ ઠકકર તેમના પતિદેવના દેહાવસાન બાદ બરાબર 43 દિવસ પછી એટલે કે તારીખ 25-8-2024 શ્રાવણ વદ સાતમ-શીતળા સાતમને રવિવારે પરલોક સિધાવ્યાં.ખૂબ જ પ્રેમાળ,સેવાભાવી,લાગણીશીલ,પરિવારપ્રેમી,સમાજપ્રેમી,જીવદયાપ્રેમી,ધર્મપ્રેમી એવી આ સારસ બેલડીએ ખૂબ જ ઝડપથી ચાતુર્માસના પવિત્ર દિવસોમાં જ એમની માયા સંકેલી લીધી.
થરા જલારામ મંદિરના નિર્માણ માટે અજોડ,અદભૂત,અદ્રિતિય,અગ્રિમ,અથાક,અભૂતપૂર્વ મહેનત કરનાર પરમ આદરણીય અચરતભાઈ ઠકકરની સાથે ને સાથે પડછાયો બની એમના સત્કાર્યોમાં સંપૂર્ણ સાથ સહકાર આપનાર પૂજ્ય મુકતાબેન સેવા,સ્મરણ,સદભાવ,સમર્પણની ત્યાગમૂર્તિ,તપોમૂર્તિ,સેવામૂર્તિ સમાન હતા.અચરતભાઈ અને મુકતાબેને લગ્ન પછી ખૂબ જ સંઘર્ષોનો સામનો કર્યો હતો.1976 ના સમયગાળામાં અચરતભાઈ ઠકકર થરાની ખૂબ જ જાણીતી પેઢી શંકરલાલ કરસનલાલ ઠકકરમાં મહિને રૂપિયા 125 ના મામૂલી પગારથી ફરજ બજાવતા હતા.આટલા ટૂંકા પગારમાં પણ પરિવારને શાંતિપૂર્વક સાચવવાની જવાબદારી મુકતાબેને ધીરજપૂર્વક સંભાળી હતી.કર્મના ૠણાનુબંધ કે કર્મના સિદ્ધાંત મુજબ આ ભવ કે ગયા ભવનાં કોઈ સંચિત કર્મોને લીધે છેલ્લા સાતેક વર્ષથી મુકતાબેન શારીરિક તકલીફોથી પરેશાન હતાં.આજથી બરાબર સાડા પાંચ વર્ષ પહેલાં થરા પૂજ્ય જલારામ બાપા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ તેઓ બચી શકે તેવા સંજોગો નહોતા.પરિવારજનો,થરા-તાણાના નગરજનો,સ્નેહીજનો,જલારામ ભકતો એમ સૌની હ્દયપૂર્વકની પ્રાર્થના તેમજ પૂજ્ય જલારામ બાપાની અસીમ કૃપાથી 2018-2019 ના સમયગાળામાં પૂજ્ય મુકતાબેન સ્વસ્થ થયાં અને થરા જલારામ મંદિરની પ્રતિષ્ઠા રંગેચંગે ઉજવાતાં તેનાં સાક્ષી બન્યાં.સંઘર્ષશકિત,સમજશકિત,સહનશકિતનો તેમના જીવનમાં સમન્વય હતો.11 વ્યકિતઓનું સંયુક્ત પરિવાર વૈચારિક એકતાના આધારે સાથે રહે અને સરસ રીતે જીવે તેજ પરમાત્મા અને વડીલોની મહાકૃપા કહેવાય.સેવાકાર્ય,શુભકાર્ય,ધર્મકાર્ય,પૂન્યકાર્ય,સમાજકાર્ય,વાલ્મીકિ સમાજની સેવા એમ તમામ સત્કાર્યોમાં અચરતભાઈ સાથે ખભેખભો મિલાવી મુકતાબેને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.વૈકુંઠવાસ-સ્વર્ગવાસ વખતે પણ જાણે કે બેઉએ એકબીજાને સંગાથ કરવાનું વચન આપ્યું હોય તેમ બેઉએ એકીસાથે આ ફાની દુનિયાને અલવિદા કરી.પૂજ્ય મુકતાબેને પોતાના પરિવારને પ્રગતિશીલ બનાવી અડીખમ અને મજબૂત બનાવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.પરિવારના સભ્યો અચરતભાઈ,હર્ષદભાઈ,હીનાબેન,નિરંજનભાઈ,ભારતીબેન,રાઘવ,કેયુરી,કુંજ,વીર,ક્રિસ તેમજ દીકરીઓ હીનાબેન અને ઝંખનાબેન સહિત વેવાઈ પક્ષના સભ્યોએ પણ મુકતાબેનની બિમારી વખતે ખૂબ જ સારી સેવા કરી હતી.
આપણાં સ્વજનો કે વડીલો કોઈપણ ઉંમરે જાય તો પણ દુખ અવશ્ય થાય જ.પરંતુ પૂજ્ય અચરતભાઈ ઠકકર અને વંદનીય મુકતાબેન ઠકકરે જે રીતે આ દુનિયા છોડી તેવું સહજ મોત આજે પણ લાખો લોકો ઝંખે છે-ઈચ્છે છે;મળતું નથી.થરા-કાંકરેજ-બનાસ પંથકમાં સેવાની એક આગવી સુવાસ પ્રસરાવીને અલવિદા થયેલ અચરતભાઈ ઠકકર તેમજ મુકતાબેન ઠકકરને કોટિ કોટિ વંદન.આદરપૂર્વક તેમજ અદબપૂર્વક શ્રધ્ધાંજલિ,ભાવાંજલિ,આદરાંજલિ,પુષ્પાંજલિ,સ્મરણાંજલિ..
સેવા,સ્મરણ,સદભાવ,સમર્પણ,સ્નેહનો એમણે કંડારેલો આદર્શ માર્ગ સૌ પરિવારજનો માટે પણ દીવાદાંડી સમાન બની રહેશે.જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા,પૂજ્ય જલારામ બાપા,પૂજ્ય વીરબાઈ મા અને પૂજ્ય ગૌમાતા સૌ પરિવારજનોને ખૂબ જ ઝડપથી આ આઘાતમાંથી મુકત કરીને સત્વરે સેવાકાર્યોમાં પ્રવૃત કરે એજ સાચી શ્રધ્ધાંજલિ ગણાશે.
ખૂબ જ સ્નેહ,હૂંફ,સદભાવ,સ્નેહ,લાગણી આપી સૌ પરિવારજનોને છલોછલ રાખનાર પૂજ્ય મુકતાબેન થરા જલારામ મંદિરની તમામ સેવાકીય પ્રવૃતિઓથી સંપૂર્ણ વાકેફ હતાં.ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ અચરતભાઈ ઠકકર હાથ પકડીને મુકતાબેનને જલારામ મંદિરે લઈ જતા અને ફરજીયાત દર્શન કરાવતા.થરાનું જલારામ મંદિર આ બેઉ માટે વિસામો,સેવા કે આશ્ર્વાસનનું એક મહાતીર્થ હતું.મારા વ્યકિતગત જીવન વિકાસમાં આ બેઉની ભૂમિકા માબાપ સમાન હતી.આ બેઉની છત્રછાયા કે સહકાર ના હોત તો હું આજે જે કંઈ છું તે કદાચ ના હોત.પૂજ્ય મુકતાબાએ મારા જીવન વિકાસ માટે સંપૂર્ણપણે મા ની ભૂમિકા ભજવી ભાભી શબ્દને મૂઠી ઉંચેરો અને મહામૂલો બનાવ્યો હતો.
પૂજ્ય મુકતાબેન થરાની તમામ ધાર્મિક પ્રવૃતિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ હતાં.તેરવાડા કારભારી ગોકલાણી પરિવાર તેમજ ચાંગા ગામ સાથે અચરતભાઈનું પરિવાર સંપૂર્ણપણે એકરસ થઈને જીવ્યું છે.બેઉની સ્મશાનયાત્રા કે બેસણામાં અકલ્પનીય કહી શકાય તેમ અસંખ્ય લોકોએ હાજરી આપી.એના ઉપરથી જ તેમના વિશેષ સંપર્કો અને સંબંધોનો ખ્યાલ આવ્યો.બેઉનાં સેવાકાર્યોનો વારસો તેમના પરિવારજનોમાં પણ ઉતર્યો છે.સમગ્ર પરિવાર ધર્મ,સમાજ,સેવાનાં સત્કાર્યો માટે હંમેશાં અતિ તત્પર રહે છે.
આપણાં સ્વજનો કે વડીલો કોઈપણ ઉંમરે જાય તો અવશ્ય દુખ લાગે જ.પૂજ્ય અચરતભાઈ અને વંદનીય મુકતાબેન સહજ મોતને ભેટયાં એનો થોડોક સંતોષ થાય તે બાબત પણ નોંધપાત્ર છે.
સેવા,સદભાવ,સ્નેહ,સ્મરણ,સમર્પણની તેમણે કંડારેલી એક આદર્શ મંઝિલ ઉપર પરિવારજનો સહિત આપણને સૌને પણ ચાલવા માટે પરમપિતા પરમાત્મા અખૂટ શકિત અને અમાપ સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે ફરી ફરીથી આદરણીય અચરતભાઈ ઠકકર તેમજ વંદનીય મુકતાબેનના ચરણોમાં કોટિ કોટિ વંદન…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા-ગુજરાત
મોબાઇલ:9825638643

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પિતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

*HELLO MORBI:વ્યાજખોર, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

Leave a Comment