• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માળીયા (મિં) ના કાજરડા ગામ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

*માળીયા (મિં) ના કાજરડા ગામ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*.

તા.૨૫/૦૨/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ ગે.કા. હથિયાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ ઉપરોકત કામગીરી કરવા સારૂ શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સશ્રી બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાળોતરા તથા PC દશરથસિંહ પરમાર તથા ભગીરથસિંહ ઝાલાનાઓને મળેલ હકિકત આધારે માળીયા (મિં) તાલુકાના કાજરડા ગામ તરફ જવાના રસ્તેથી આરોપી સિકંદરભાઇ સન/ઓફ જાકુબભાઇ હરદોરભાઇ કાજેડીયા/મિયાણા ઉ.વ.૩૦ ધંધો-ખેત-મજુરી રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી વાળો એક મોટર સાયકલ ઉપર કપડામાં ઢાંકેલ ગે.કા. હાથ બનાવટની લોખંડની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) સાથે મળી આવતા જેના વિરુધ્ધ માળીયા (મિં) પો.સ્ટે.માં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:-
સિકંદરભાઇ સન/ઓફ જાકુબભાઇ હરદોરભાઇ કાજેડીયા/મિયાણા રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત:-
૧) દેશી હાથબનાવટની લોખંડની જામગરી બંદુક નંગ-૧ કિ.રૂ.૨,૦૦૦/-
૨) હિરો સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ નંગ-૧ કિ.રૂ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૨,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડ્યા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર, તથા શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલા હતા*

Related posts

*HELLO MORBI:લગ્નદિન નિમિતે ગૌસેવા માટે યોગદાન આપી અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું ઠકકર દંપતિ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે રહેણાંકના મકાનમાં ચાલતા જુગાર ધામપર ક્રાઈમ બ્રાન્ચ ના દરોડા*

editor

*જોડીયા: કન્યા શાળા જોડીયા ખાતે 73 માં તાલુકા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment