• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયેલ ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયેલ ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ

તા.૦૫/૦૩/૨૦૨૫
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જ નાઓની સુચના મુજબ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે ટ્રાફીક શાખાના પો.ઇન્સ. શ્રી એચ.વી.ધેલા નાઓની સુચના મુજબ જે.ડી.મીયાત્રા એ.એસ.આઇ તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા જે દરમ્યાન સોશ્યલ મીડીયામાં લાલપર નજીક રોડ ઉપર કોઇ માટીનો ઠગલો ઠાલવી ગયાનુ હોય તેવો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા
જે વિડીયો જોતા જેમાં મોરબી વાંકનેર ને.હા રોડ લાલપર સોલો સીરામીક સામે રોડ ઉપર લાલપર નજીક રોડ ઉપર માટીનો ઠગલો ઠાલવી જનાર વાહન તરીકે એક ટ્રક નંબર-GJ-13-AX-4593 હોવાનુ જાણવા મળે ટ્રકના રજી. નંબર-GJ-13-AX-4593 વાળા હોવાનુ જણાય આવતા, તુરત જ સદરહું રજી. નંબર વાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, સદરહુ ટ્રકના રજી. નંબર–GJ-13-AX-4593 સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી સદરહું ટ્રક ચાલક મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ છે.
આરોપીનુ નામ
હમીરભાઇ સુખાભાઇ મકવાણા ઉ.વ.૩૧ ધંધોઃ-ડ્રાઇવીંગ રહે-મોળથળા તા.થાનગઢ જી-સુરેન્દ્રનગર

સારી કામગીરી કરનાર
પોલીસ ઇન્સ.શ્રી એચ.વી.ધેલા, એ.એસ.આઇ જે.ડી.મીયાત્રા, પો.હેડ.કોન્સ હસમુખભાઇ, મહેશકુમાર ગઢવી વિગેરે

Related posts

*ધ્રાંગધ્રાથી મોરબી આવતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો એક પોલીસ પકડ થી દુર*

Hello Morbi

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

editor

*કોરોના ટ્રાયલ રસીનું નિરિક્ષણ કરવા શનિવારે વડાપ્રધાન ગુજરાત આવે તેવી શક્યતા*

Hello Morbi

Leave a Comment