• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની સૂચનાથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સમયસર હાજરી બાબતે આકસ્મિક મુલાકાત લેતાં અધિકારીઓ*

કચેરી સમય દરમિયાન ગેરહાજર ૨૭ અધિકારી/કર્મચારીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા મોરબી કલેક્ટરશ્રીનું ફરમાન
મોરબી ૦૪ માર્ચ,

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે નાયબ કલેક્ટરશ્રી તથા પ્રાંત અધિકારીશ્રી હળવદ અને પ્રાંત અધિકારીશ્રી મોરબીની અધ્યક્ષતામાં કુલ-૦૪ ટીમો બનાવીને આજે સવારે ૧૦.૩૦ એ તપાસણી કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, મોરબી, સીટી સર્વે કચેરી, ઔદ્યોગીક સલામતીની કચેરી, ના.કા.ઇ. સૌ.શાખા નહેરની કચેરીઓ, જળસિંચન પેટા વિભાગ મોરબીની કચેરી, કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇની કચેરી, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, આર.એફ.ઓ. કચેરી, ક્ષાર અંકુશ વિભાગ, મોરબી, મદદનિશ શ્રમ આયુક્તશ્રીની કચેરીમાં અધિકારી/કર્મચારીઓની હાજરી બાબતે ચકાસણી કરતા જે અન્વયે કચેરી સમય દરમિયાન વિવિધ કચેરીઓમાં તપાસણી સમયે કુલ ૨૭ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હતા.

આ તપાસણી દરમિયાન જે અધિકારી/કર્મચારીઓ કચેરી સમય દરમિયાન કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને દરેક સરકારી અધિકારી-કર્મચારીઓ નિયત સમયે તેમની કચેરીએ આવે અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમજ નિર્ધારીત સમય સુધી કચેરીમાં બેસી કામગીરી કરે તે પ્રકારે કલેક્ટરશ્રી દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: પડધરી શહેર ના મેઇન દરવાજા ચોક ખાતે પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતા તેની ફટાકડા ફોડી ને મીઠાઈ વિતરણ કરી ને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા મા આવી*

editor

*HELLO MORBI:૨૩-૮-૨૩ ના બુઘ વારરોજ ગુજરાત પ્રદેશ કોગ્રેસ ની સૂચના અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસની અગત્ય ની મીટીંગ*

editor

*મોરબી શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ ક્રાઉનસિલર ભાવેશભાઈ કણઝારીયા નો આજે જન્મદિન*

Hello Morbi

Leave a Comment