• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માળિયા (મી) પો સ્ટે ના ગુનામાં સાતવર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

માળીયા (મિં) પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા

આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૮/૦૩/૨૦૨૫
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.આઇ.પટેલ તથા શ્રી, બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કવોડના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલ.સી.બી.શાખાના પોલીસ હેડ કોન્સ નિરવભાઇ માવજીભાઇ મકવાણા તથા પો.કોન્સ દશરથસિંહ પરમારને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા (મિં) પોસ્ટેના સી-પાર્ટ ગુ.ર.નં.૫૧૮૯/૨૦૧૮ પ્રોહી કલમ ૬પઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના કામે આરોપી પ્રદીપભાઇ હરીભાઇ ફડકે રહે.મકાન નં.૧૨૬૦/૨ કપાડશેમ, શિરોડા, પોંડા નોર્થ ગોવા વાળો જેનુ નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરન્ટ ઇશ્યુ કરેલ હોય અને મજકૂર આરોપી પ્રદીપભાઇ હરીભાઇ ફડકે/બ્રાહમણ ઉ.વ.૪૬ ધંધો-ખેતી રહે.મકાન નં.૧૨૬૦/૨ કપાડશેમ, શિરોડા, પોંડા નોર્થ ગોવા વાળો ઉપરોક્ત ગુનાના કામે નાસતો ફરતો હોય જે આરોપી હાલે તેના શિરોડા ગામ પોંડા નોર્થ ગોવા ખાતે આવેલા તેના રહેણાંક મકાને હાજર છે જે હકીકત આધારે સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી પ્રદીપભાઇ હરીભાઇ ફડકે રહે.મકાન નં.૧૨૬૦/૨ કપાડશેમ, શિરોડા, પોંડા નોર્થ ગોવા વાળો મળી આવતા મજકૂર આરોપીને પુછપરછ અર્થે મોરબી ખાતે લાવી મજકૂર આરોપીને આજરોજ તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે આગળની ઘટીત કાર્યવાહી કરવા સોપી આપેલ છે.- પકડાયેલ આરોપીનુ નામ:-
(૧) પ્રદીપભાઇ હરીભાઇ ફડકે/બ્રાહમણ ઉ.વ.૪૬ ધંધો-ખેતી રહે.મકાન નં.૧૨૬૦/૨ કપાડશેમ, શિરોડા , પોંડા નોર્થ ગોવા- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી તથા PSI શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલ માં એમ ડી ડોક્ટર ની કાયમી નિમણુક અને ફાયર સ્ટેશન બનાવવા બાબતે સી એમ ને પત્ર લખી રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI NEWS; મોરબી:આયુષ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

Leave a Comment