• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જિલ્લા કક્ષાનો ” વિજ્ઞાન મહોત્સવ ” ઈસરો વિજ્ઞાનીઓની હાજરીમાં ઉજવાયો*

જિલ્લા કક્ષાનો ” વિજ્ઞાન મહોત્સવ ” ઈસરો વિજ્ઞાનીઓની હાજરીમાં ઉજવાયો …..

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ ( જી જામનગર ) દ્વારા જામનગર જિલ્લાના જિલ્લા કક્ષાના એક દિવસીય “વિજ્ઞાન મહોત્સવ ” આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા અને ઈસરો ના વિજ્ઞાનીઓની હાજરીમાં કરેલ સાથે રોકેટ લોન્ચિંગ કરી જામનગર એસ્ટ્રો ક્લબની શરૂઆત કરેલ .આ વિજ્ઞાન મહોત્સવમાં ભારતમાં માત્ર ધ્રોલ પર કાર્યરત બાળકોને બાળવિજ્ઞાની બનાવતા કોર્ષ ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષ સામેલ તમામ બાળવિજ્ઞાનીઓ દ્વારા 190+ થી વધુ સાયન્સ , ટેક્નોલોજી , એન્જીનીયરીંગ , મેથ્સ આધારિત પ્રોજેક્ટ , પ્રવૃત્તિ પ્રયોગનો સ્ટેમ ફેર યોજેલ , 21મી સદીનું વ્યસન મોબાઈલનું પ્રદર્શન યોજેલ , ઈસરો વિજ્ઞાની શ્રી દીપકભાઈ પંડ્યા , શ્રી સતીશ રાવ , શ્રી સચિન ચૌહાણ ની તજજ્ઞતા માં પ્રાથમિક વિભાગના બાળકો માટે ટેલિસ્કોપ મેકિંગ કાર્યશાળાનું આયોજન કરેલ જેમાં 15 શાળાના 75 વિદ્યાર્થી સામેલ થયા , માધ્યમિકવિભાગ માટે વેધર સેટેલાઇટ મેકિંગ કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ જેમાં 15 શાળાના 75 બાળકો સામેલ થયા. કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રશ્ન તમારા જવાબ અમારા સેશનમાં ઈસરો વિજ્ઞાનીઓ દ્વારા પધારેલ 72 શાળાના 300 વિદ્યાર્થી અને શિક્ષકો માટે ખગોળ ક્ષેત્ર ના ઉદભવતા પ્રશ્નો પૂછ્યા જેને અનુલક્ષીને પધારેલ તજજ્ઞોએ તેના જવાબ આપ્યા.મહોત્સવના છેલ્લા સેશનમાં વિમેન સાયન્સ ક્લબની બહેનોને નારી રત્ન એવોર્ડ , ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષના બાળકોને વિજ્ઞાન રત્ન એવોર્ડ , ઈકોબ્રીક્સ નું મહત્તમ કલેક્શન કરનારને અર્થ ઇકો ફ્રેન્ડ એવોર્ડ , જુદી જુદી જિલ્લા કક્ષાની સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ વિતરણ પધારેલ વિજ્ઞાનીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યા.લગભગ કુલ 80 જેટલી શાળાના બાળકો સમગ્ર જિલ્લા માંથી સામેલ થયા એ બદલ ડો સંજય પંડ્યા અને તેની ટીમને સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ કાર્યરત તમામને અભિનંદન પાઠવ્યા,……..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા……

Related posts

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ*

editor

*HELLO MORBI NEWS:પોલીસની સમય સૂચકતાથી મોટી રકમની લૂંટ કરનારઆરોપીઓને મ ગણતરીની મિનિટોમાં પકડી પાડતી મોરબી પોલીસ(મોકડ્રીલ)*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા મુકામે સમસ્ત રાઠોડ પરિવારના યજમાન પદે દેવી ભાગવત નવાન્હ જ્ઞાનયજ્ઞ નું આયોજન*

editor

Leave a Comment