• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું*

મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું.

તારીખ 18/03/2025, મંગળવારના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં સુપ્રીમો શ્રી પી.ડી.કાંજીયા સાહેબ ની પ્રેરણાથી નવયુગ કોલેજમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે અનેક નેશનલ અને મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોરબીની નવયુગ કોલેજમાં BBA, MBA જેવા પ્રોફેશનલ કોર્ષની સાથે કુલ દસ વિવિધ કોર્ષિસ ચાલે છે જેમાં ફાઇનલ યરમાં ભણતાં સ્ટુડન્ટ્સ માટે નવયુગ કોલેજના કરિયર એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં મોરબીની અનેક નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાંની સાથે જ જોબ ઓપર્ચ્યુંનીટી પૂરી પાડી હતી. આ પ્રસંગે નવયુગ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવભાઇ સરસાવાડીયા, કેમ્પસ ડાયરેકટર રાવલ સાહેબ, કોલેજના પ્રિન્સીપાલ વોરા સાહેબ અને નિલેશ મીરાણી સાહેબ હજાર રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. નવયુગ કોલેજમાં જોબ પ્લેસમેન્ટ માટે કોલેજના પ્રોફેસર બ્રિજેશ બરાસરાને આપેલ નંબર પર સંપર્ક કરી શકશો મો. 8511998697.

Related posts

*ભાજપે જામનગરમાં 21 વર્ષની મનીષા બાબરીયાને ચૂંટણીના જંગમાં ઉતારી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: 𝐈𝐌𝐀-નેશનલ બ્રાંચનો બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર ગુજરાતમાંથી મેળવનાર સૌપ્રથમ તબીબ મોરબીના ડો.હિતેશ પટેલ*

editor

*મોરબી જલારામ મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*

Hello Morbi

Leave a Comment