• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો*

અટલ સ્વાન્ત સુખાય: યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ અમલી; જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું
મોરબી, ૨૫ માર્ચ

અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિનાં માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરુ કરવામાં આવ્યો છે.
મોરબીમાં આજરોજ તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ મોરબી ઘટક-૧ દ્વારા ગાયત્રી પ્રેરણા મંદિર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ અનુસંધાને ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. મોરબી ઘટક-૨ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર માટે બીજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અન્વયે ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ આઈ.સી.ડીસ.એસના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા. કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતા દ્વારા પૌષ્ટિક કીટ ( સુખડી, કીવી, ખજુર,દાળિયા)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા સમાજ અગ્રણી ગીરીશભાઇ ઘેલાણી નોઆજે જન્મદિન*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

Leave a Comment