• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં આવેલ વોકરામાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ગુંગણ ગામ ની સીમમાં ગુંગણગામની વીડીમાં મેલડીમાંના મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટ પાસે આવેલ વોકરામાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી /જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ, પોરબી નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી /જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી /જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી મોરબી તાલુકા,મોરબી નાઓની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના મણસો પ્રોહી /જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં ગુંગણગામની વીડીમાં મેલડીમાંના મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટમાં આવેલ વોકરામાં અરમાનભાઇ ઇકબાલભાઈ જુણેજા નામનો ઇસમ ખાખી કલરના પુઠ્ઠાના બોકસની હેરાફેરી કરી કોઇક શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે જે મતલબેની હકીકત આધારે સદરહું જગ્યાએ જઈ રેઇડ કરી નીચેને વિગતે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ અત્રેના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.
પકડવાના બાકી આરોપીઓની વિગત :-
1. અરમાનભાઇ ઇકબાલભાઈ જુણેજા રહે.ઉમા ટાઉનશીપની સામે વેજીટેબલ રોડ મફતીયાપરા મોરબી-૦૨> કબ્જે કરેલ મુદ્દામાલ :-

1. ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક કુલ બોટલો નંગ-૩૧૨ કિ.રૂ.૩,૨૭,૬૦૦ તથા બિયર ટીન-૧૨૦ કિ.રૂ.૨૧,૬૦૦ એમ કૂલ કિ.રૂ.૩.૪૯,૨૦૦/
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.કે. ચારેલ તથા સર્વેલન્સ સ્ટાફ મોરબી તાલુકા પો.સ્ટે.
નાઓએ સદરહું કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે રહેણાંકના મકાન પર ચાલતા જુગાર ધામ પર મોરબી તાલુકા પોલીસના દરોડા*

editor

*HELLO MORBI: સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય*

Hello Morbi

Leave a Comment