• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિ પર ટંકારામાં આદિવાસી મહા સંમેલન યોજાયું*

ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિ પર ટંકારામાં આદિવાસી મહા સંમેલન યોજાયું…

(*નૈમિષ સેજપાલ દ્વારા*)આજ રોજ તા. 14 ફેબ્રુઆરીનાં દિવસે ટંકારા ખાતે વિશાળ આદિવાસી સંમેલન યોજવામાં આવ્યું હતું.

જેમાં મોરબી સહિત રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયનાં આગેવાનો, કાર્યકરો ઉમટી પડ્યાં હતાં.

સંમેલનમાં ખેત મજૂરોને પૂરતી રોજગારી અને અછત રાહતનાં સરકારી ફંડમાં વ્યાજબી ભાગીદારી મળવાં બાબતે માંગણીઓ કરવામાં આવી હતી.

અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં ખેત મજૂરોનાં બાળકો માટે પાયાનાં શિક્ષણની જરૂરી વ્યવસ્થા અને શૌચાલયોની માંગણી કરવામાં આવી.

ચોથાં અને પાંચમાં ભાગે મજૂરી કરાવી શોષણ કરનાર ખેડૂતો પર લાગૂ પડતાં કાયદાની રૂએ પગલાં લેવાંની રજુઆતો કરાઈ હતી.

ખેત મજૂરોને ત્રીજાં ભાગે યોગ્ય મહેનતાણું નહીં મળે તો નછૂટકે ખેતીનું કામ કાયમ માટે છોડીને કારખાનાં ફેક્ટરીમાં કામે ચડવાની હાકલ કરાઈ છે.

અમદાવાદથી ખાસ પધારેલાં હાઈકોર્ટનાં એડવોકેટ સમ્રાટ અશોકે અનુસુચિત જનજાતિ સમાજને મળતાં સંવૈધાનિક અધિકારો બાબતે વાકેફ કર્યા હતાં.

ગુજરાત પ્રદેશ બસપાનાં પૂર્વ મહાસચિવ નાગજીભાઈ ચૌહાણે આદિવાસી ખેતમજૂરોને સ્થાયી વસવાટ, કાયમી રોજગારી અને યોગ્ય ઉમેદવારો માટે જ મતદાન કરવાં પ્રેરિત કર્યાં હતાં.
તેમજ બહુજન સમાજ માટે હરહંમેશ લડતાં, ચાર ચાર વખત સરકાર બનાવી ઈતિહાસ રચનારાં બહેન કુમારી માયાવતીજીનાં સંઘર્ષને યાદ કરાવ્યો હતો.

ગુજરાતભરનાં આદિવાસી સમુદાયનાં હક્ક અધિકારો માટે ચોવિસ કલાક જાગૃત, મહાસંમેલનનાં મુખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે આદિવાસી સંમેલનને ઐતિહાસિક બનાવવાં અનેક તાલુકા જીલ્લાઓનાં પ્રવાસ ખેડ્યાં હતાં. એમણે કાયમ ખેતમજૂરોનાં પડખે ઉભાં રહીને એમનાં પ્રશ્નોને વાચા આપવાં કટીબદ્ધ બન્યાં જે થકી ખુબ બહોળી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તાઓએ હાજર રહીને સૂર પૂરાવ્યો હતો.
આદિવાસી યુવાઓએ દેશી ઢોલનાં તાલે પારંપરિક નૃત્યો કરીને કાર્યક્રમને વધું રંગારંગ બનાવી દીધો હતો.
હજારો ક્રાંતિકારીઓનાં જય ભીમ જય જોહાર નાં નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.

આ સંમેલનમાં આગામી તા.26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન બેદિવસીય સાંસ્કૃતિક “ભગોરિયા મેળા” નું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે.
જેમાં પચાસ હજારથી વધુંની સંખ્યામાં આદિવાસી ખેતમજૂરો ટંકારા મુકામે ઉમટી પડવાની સંભાવના છે.

સંમેલનનાં માધ્યમથી મુળનિવાસી સમાજને નવી રાહ ચિંધવાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, બહુજન અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ સમ્રાટ અશોકભાઈ, એડ.તૃષ્ણા પાટેકર, એડ.જોશનાબેન ચૌહાણ તેમજ એમપી થી લલિતભાઈ પરમાર, કૈલેશભાઈ મોહનીયા ધાનપુર,
બાબુભાઈ પલાશ ધાનપુર, કનુભાઈ પસાયા ધાનપુર,
પરવતભાઈ બામણીયા ધાનપુર, જાલમભાઈ મોહનીયા ધાનપુર, મહેશભાઈ કટારા ધાનપુર, કનેશભાઈ ભૂરિયા દાહોદ, પરવતભાઈ સંગોળ ધાનપુર, નરસિંગભાઈ સંગોળ, ધાનપુર, ઈશ્વરભાઈ ડામોર અલીરાજપુર, દિનેશભાઈ વસુનીયા ધાનપુર વગેરે ગુજરાતભરમાંથી અનેક ક્રાંતિકારી આદિવાસી યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

*HELLO MORBI: ૨૩ મે સુધી જિલ્લામાં નવલખી બંદર તથા* *કોસ્ટલ વિસ્તારના આઠ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

*HELLO MORBI:સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામા આવેલ પ્રવૃતીઓની રૂપરેખા*

editor

*HELLO MORBI:ડીસા “બંધુ” બાલઘર અને સર્વમંગલમ વિદ્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા આર.એસ.એસ.ના ક્ષેત્રીય પ્રચારક શ્રી દુર્ગાપ્રસાદજી*

editor

Leave a Comment