
*લંડન (યુ.કે.) ખાતે રહેતા ગાંધી પરિવારે રૂબરૂ ઉપસ્થિત રહી મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પૂજ્ય માતા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે લંડન (યુ.કે.) ખાતે રહેતા ગાંધી પરિવાર દ્વારા સ્વ.હર્ષવિણાબેન જનકભાઈ ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે તેમના પતિ જનકભાઈ ગાંધી, સુપુત્ર ધર્મિનભાઈ ગાંધી, પુત્રવધૂ ઝલકબેન ગાંધી, પૌત્રી આરના, પ્રતાપભાઈ ચગ, મધુબેન પ્રતાપભાઈ ચગ સહીત ના પરિવારજનો રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.


