• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**મોરબીમાં 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરી હુમલો એ ડિવિજન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયામાં ચૂકવવાના બાકી રહેતા 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરીને હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં યુવાનને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આ તમામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુનીલભાઇ ભરતભાઇ અગેચણીયા (ઉ.વ.૨૨ ધંધો. મજુરી રહે.વીસીપરા કુલીનગર-૨ મોરબી) એ આરોપીઓ સદામભાઇ ખલીફા (રહે.ટંકારા છાપરી વાળી શેરીમાં જી.મોરબી), બુધીયો (રહે.સીપાઇવાસ મોરબી), ઉસ્માન ગની રહે.(ટંકારા છાપરી વાળી શેરીની બાજુમાં જી.મોરબી) વસીમભાઇ ઉર્ફે ભાણો (રહે.ટંકારા છાપરી વાળી શેરી જી.મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદીએ એક આરોપી પાસેથી હાથ ઉછીના રૂપીયા ૧૪,૦૦૦ લીધેલ હોઇ અને તે પૈકી રૂપીયા ૬,૦૦૦ પરત આપવાના બાકી હોઇ બાબતે આરોપીઓ ફરીયાદી પાસે પૈસાની ઉઘરાણી કરવા આવી હતી.                  ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો મારમારી આરોપીઓ ગત તા.૧૮ ના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસ્સામા રેલ્વેસ્ટેશન, જીન વીસીપરા પાસેથી એક્ટીવા ઉપર બંને વચ્ચે બળજબરીથી બેસાડી ટંકારા નજીક અવાવરૂ જગ્યાએ લઈ જઈ બળજબરી કરી પૈસા કઢાવવાની કોશીશ કરી આરોપીઓ છરી વતી ફરીયાદીને જમણા કાન તથા નાકની જમણી બાજુ લોહીયાળ ઇજા કરી હતી. આથી, યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ બનાવની તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI:સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્ર નો મોરબી ખાતે શુભારંભ*

editor

*HELLO MORBI:સફળ ડીકોઇ ગોઠવી મો.સા. ચોરીના આરોપીઓને ચોરીના ૦૫ મો.સા. સાથે પકડી પાડતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*ઘાંટવડ ગામમાં મહેતા હોસ્પીટલ ઉના દ્વારા સર્વ નિદાન ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment