• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એકનું મોત અંગે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ*

મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી

ટંકારા :રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર ટંકારા નજીક સિધ્ધીવિનાયક પેટ્રોલપંપ સામે બાઈક ચાલકે એક્ટિવા સ્કૂટરને હડફેટે લેતા એક્ટિવા ચાલક આધેડનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્રએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.                                                                        આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિજયભાઇ દયાળજીભાઇ પીત્રોડા (ઉવ-૪૦ ધંધો લુહારીકામ રહે. રાજકોટ કુવાડવારોડ રાજનગર શેરી નં-૩) એ આરોપી હિરો આઇ સ્માર્ટ સ્પેન્ડર બ્લેક તથા સિલ્વર કલરનુ જી.જે-૩૬-સી-૩૫૯૬ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૮ ના રોજ સાંજ આશરે ચારેક વગ્યાના અરસામા રાજકોટ-મોરબી હાઇવે રોડ સિધ્ધીવિનાયક પેટ્રોલપંપ સામે ડિવાઇડર પાસે ટંકારા નજીક આરોપી પોતાના હવાલા વાળુ જી.જે-૩૬-સી-૩૫૯૬ નંબરનું મોટરસાયકલ પુર ઝડપે બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના પિતા દયાળજીભાઇ પીત્રોડા ના એકટીવા મો.સા નં- જી.જે-૦૩-એચ.એફ-૭૬૦૪ સાથે પાછળથી ભટકાડી પછાડી દેતાં તેમને માથામાના ભાગે ગંભીર હેમરેજ થવાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી બાઈક ચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI: વાવાઝોડાના સંદર્ભે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા લેવાયો અગત્યનો નિર્ણય*

editor

અવસાન નોંધ. મોરબી

Hello Morbi

*શ્રી હડીયાણા કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ*

Hello Morbi

Leave a Comment