• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કેમ્પ યોજાયો*

……….. જય ઉમિયાજી……..

આજ રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે પટેલ સમાજ ની વાડી ખાતે કોરોના રેપીડ ટેસ્ટ વિના મૂલ્યે કૅમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..

શ્રીઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરિત અને શ્રી ઉમા કોવિડ કેર સેન્ટર દ્દ્વારા ધ્રોલ-જોડિયા તાલુકાના કુલ 21 ગામ માં 2950 કોરોના રેપીડ ટેસ્ટ કરેલ જેમાંથી 68 વ્યક્તિના રિપોર્ટ પોસેટિવ આવેલ જે વ્યક્તિને નિઃશુલ્ક સારવાર માટે દવા આપેલ

આ કાર્યમાં પાટીદાર સમાજ ના આગેવાન જેરામભાઈ વાસજળીયા ના માર્ગદર્શન હેઠળ શ્રી ઉમા કોવિડ કેર સેન્ટર નું કાર્ય રમેશભાઈ રાણીપા, શૈલેષભાઇ વસનાણી ,રમેશભાઈ જાકાસણીયા,હિતેશ ચનીયારા,અનિલ ભૂત, વિસાલભાઈ ,દયાળજીભાઈ.ગિરધરબાપા પનારા. વગેરે સમાજ ના કાર્યકર્તા દ્વારા આ સેવાકીય કાર્ય ખુબજ સારી રીતે કરેલ.

જેમાં ધ્રોલ -જોડિયા વિસ્તાર ના ગામમાં કોરોના રેપીડ ટેસ્ટ કરવા માટેની બધી જવાબદારી હિતેશ ચનીયારા ને આપેલ તેની સાથે ડો મનીષ વસનાણી, ડો તરૂણ વસનાણી ડો નીતિન કંજીયા, સાહેબ ની ટીમે નિઃશુલ્ક સેવા આપેલ.હડિયાણા ગામે રમેશભાઈ કાલાવડિયા.ના સાથી મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મોરબી જિલ્લા પંચાયત માં ભગવો લહેરાયો*

Hello Morbi

*અક્ષર ડેકોર દ્વારા આયોજીત પ્રથમ એવોર્ડ શો અને ગરબા નાઈટ શરદ પૂર્ણિમા નિમિતે ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

Hello Morbi

Leave a Comment