• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ માં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ- ૨૦૨૨ ભવ્ય રીતે યોજાયો.*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………..

રમત ગમ્મત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ – ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ – ગાંધીનગર આયોજીત અને જિલ્લ યુવા વિકાસ અધિકારી – જામનગર સંચાલીત જોડિયા તાલુકા કક્ષા કલા મહાકુંભ 2022 જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ ખાતે યોજાયેલ.

આ કલા મહાકુંભ માં નિબંધ,વકતૃત્વ, ચિત્રકામ, એકપાત્રીય અભિનય, લોક નૃત્ય, ગરબા, રાસ, લોક વાદ્ય, સમુહ ગીત,સુગમ સંગીત, ભજન, લગ્નગીત વગેરે વિવિધ ૧૪ કૃતિઓમાં તાલુકાની વિવિધ શાળાઓના આશરે ૫૦ થી વધારે વિદ્યાથીઓએ ભાગ લીધેલ.

તાલુકા કન્વીનર તથા શ્રી સાંઈ વિદ્યા સંકુલ-જોડિયાના પ્રિન્સીપાલ શ્રી જગદિશભાઈ વિરમગામા તથા શાળાના સંચાલકો તથા શિક્ષકગણ એ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં શ્રી યશવંત લાંબા, બી.એલ. ઝાલા( હડિયાણા માધ્યમિક શાળા), મમતાબેન જોષી ( શ્રીમતિ યુ.પી.વી કન્યા વિદ્યાલય) , જયસુખભાઇ કાનાણી (વાવડી પ્રાથમિક શાળા), કિશોરભાઇ ગજેરા (તાલુકા કન્યા શાળા-જોડિયા), મહેશભાઈ સાપોવડિયા ( કુનડ પ્રાથમિક શાળા) , કિશનભાઇ પરમાર ( શ્રી સાંઈ વિદ્યા સંકુલ-જોડિયા) વગેરેએ નિર્ણાયક તરીકે ઉમદા કામગીરી બજાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

 

આ સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ જોડિયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના સંચાલકો શ્રી જગદીશ વિરમગામા, અજયભાઇ કાનાણી, અમિતભાઈ ગોધાણી તથા યજ્ઞેશભાઇ નંદાસણાએ વિજેતા વિદ્યાથીઓને આગામી સ્પર્ધાઓમાં સારો ઉત્કર્ષ દેખાવ કરી જામનગર જિલ્લાનું નામ રોશન કરે તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી…………….

 

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૧૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૪૦ દર્દીઓએ લાભ લીધો , ૧૯૭ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

Leave a Comment