• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ મંદિર તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવ્યો પ્રેરણાદાયી પ્રવાસ*

જલારામ મંદિર તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવ્યો પ્રેરણાદાયી પ્રવાસ
ડીસા જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 23 વર્ષ થઈ ચૂકયાં છે.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન 240 ગુરૂવારનાં ભજન થઈ ચૂક્યાં છે.પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળામાં પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીની ગૌકથાને એક વર્ષ પૂર્ણ થવા આવેલ છે.આ બધા સંજોગોને ધ્યાનમાં રાખી પૂજ્ય જલારામ બાપાના ભજનમાં આવતા ભકતોનો એક દિવસીય પ્રવાસ જલારામ મંદિર ડીસાના આશીર્વાદ તેમજ જલારામ સત્સંગ મંડળની પ્રેરણાથી ગોઠવવામાં આવ્યો હતો.જલારામ ભકતો શશીકાંતભાઈ ડી.ઠકકર તેમજ કમલેશભાઈ રસિકલાલ રાચ્છના પૂર્ણ સહયોગથી આયોજીત આ પ્રવાસ/યાત્રામાં ગેળા હનુમાનજી મંદિર,ઢીમા ધરણીધર ધામ,નડાબેટ-નડેશ્ર્વરી માતાજી મંદિર તેમજ હરિધામ-જલારામ ગૌશાળા ભાભર એમ ચાર પવિત્ર યાત્રાધામોનો સમાવેશ કરાયો હતો. ત્રણ ટાઈમ નાસ્તો,બે ટાઇમ સુરૂચી ભોજન,ચાપાણી સાથે સમયબધ્ધ આયોજન કરાતાં પ્રવાસમાં જોડાયેલ 190 જેટલા યાત્રાળુઓએ અલૌકિક આનંદ માણ્યો હતો.પ્રવાસના વ્યવસ્થિત આયોજન માટે ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,જ્યોતિબેન આર.ઠકકર સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.જલારામ સત્સંગ મંડળ ડીસાના સૌ ગાયકો તેમજ વાદકોએ હરિધામ ગૌશાળા ભાભર ખાતે ભજનોની રમઝટ બોલાવતાં સૌએ સામૂહિક નૃત્યનો અનેરો લ્હાવો લીધો હતો.પ્રવાસ આયોજક દેવનદાસ ઠકકર પરિવાર,રસિકલાલ રાચ્છ પરિવાર,સૌ કર્મઠ કાર્યકર્તાઓ,ગાયકો,વાદકો એમ સૌનું સાફો,સાલ તેમજ ગૌમાતાના ખેસથી ભાભર ખાતે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.આ અગાઉ જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા બાલારામ,અંબાજી,વિશ્ર્વેશ્ર્વર મહાદેવનો એક દિવસીય સફળ પ્રવાસ ગોઠવાયો હતો.આગામી દિવસોમાં ભેરૂતારક,પાવાપુરી જૈન તીર્થધામ તેમજ સાળંગપુર,પાળિયાદ,વીરપુર,ખોડલધામ,પરબવાવડી, સોમનાથ એમ બે પ્રવાસોનું આયોજન થનાર છે જેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.સમગ્ર પ્રવાસનું લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠકકર દ્રારા કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી દલવાડી સર્કલ પાસેથી દારૂભરેલી ક્રેટા કાર સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*મોરબીમાં મંત્રી નેતાઓ ની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગને પગલે જાહેરમાં ધુળેટીનો રંગ ફિક્કો*ડીવાયએસપી રાધિકા ભારાઈ, ટ્રાફિક શાખા સહિત પોલીસની ૨૦ ટિમ મેદાને : બજારો પણ ખુલ્લી*

Hello Morbi

Leave a Comment