• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

*મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૨૫/૮/૨૦૨૪ ના બપોરના સમયે ફરીયાદીનો સગીરવયનો ઉ..૧૩ વર્ષ ૭ માસ નો દિકરો ફરીયાદીએ તેની મોબાઇલ ની દુકાનેથી અન્ય દુકાને સીમકાર્ડની પીન લેવા સારૂ મોકલતા ફરીયાદી નો દિકરો સાંજ સુધી પરત આવેલ નહી જેથી ફરીયાદીએ મોરબી શહેરમા તેમજ તેમના વતનમા તપાસ કરતા તેમનો દિકરો મળી આવેલ ન હતો જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબત ની જાણ કરતા ફરીયાદીની ફરીયાદ લઇ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૪૩૦/૨૦૨૪ બી.એન.એસ કલમ.૧૩૭(૨) મુજબ ગુનહો રજીસ્ટર કરવામા આવેલ હતો

બાદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક દુકાનોના સી.સી.ટી.વી

ફુટેજ તેમજ મોરબી શહેરમા લગાવવામા આવેલ “નેત્રમ” પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા

ખોવાયેલ છોકરો એક સાધ્વી મહીલા સાથે જતો જોવામા આવેલ હતો જેથી ખાનગીરાહે ચોક્કસ હકિકત
મળેલ કે આ સાધ્વી હાલમાં જુનાગઢ,પરબાધામ તેમજ અલગ અલગ આશ્રમો તેમજ ધર્મશાળાઓમા
આશ્રય લેતી ફરે છે.જેથી એક ટીમને જુનાગઢ બાજુ તપાસમા રવાના કરવામાં આવેલ હતી અને ત્યા
જેટલા આશ્રમો તેમજ ધાર્મીક સ્થળો હોય ત્યા ચેક કરી માહીતી મેળવતા આ અપહરણ થયેલ
સગીરવયનો છોકરો તથા આરોપી સાધ્વી જુનાગઢ ના કેશોદ તાલુકામાથી મળી આવેલ હતા અને ત્યાથી
આરોપી તથા સગીરવયના બાળકને પોલીસ સ્ટેશન ખાતે લાવી સગીરવયના બાળકની મેડીકલ
તપાસણી કરી તેમના વાલીવારસને સોપી આપવામા આવેલ છે.તેમજ આરોપી સ્ત્રીને અટક કરી
આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી –
૧) આશાબેન ઉર્ફે સમીરાનંદ ઉર્ફે શ્રધ્ધાનંદ મોહનભાઇ ભીલ ઉ.વ.૪૨ રહે.નીચાકોટડા તા.મહુવા જી.ભાવનગર તથા માંડવી ડોનપાટીયા આશાપુરા આશ્રમ જી.કચ્છ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
૧)શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી પી.આર.સોનારા પો.સબ.ઇન્સ તથા રાજદીપસિહ રાણા એ.એસ.આઇ તથા કીશોરભાઇ મકવાણા એ.એસ.આઇ તથા જનકભાઇ છગનભાઇ એ.એસ.આઇ તથા ચકુભાઇ કરોતરા પો.હેડકોન્સ તથા કિશોરભાઇ મિયાત્રા પો.હેડકોન્સ તથા એ.પી.જાડેજા પો.હેડકોન્સ તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા પો.હેડકોન્સ તથા કપીલભાઇ ગુર્જર પો.કોન્સ તથા અરજણભાઇ ગરીયા પો.કોન્સ તથા સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ તથા રમેશભાઈ કાનગડ તથા રાજદીપસિંહ ઝાલા લોકરક્ષક

Related posts

*HELLO MORBI:મોરબીની જાંબુડીયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી મહાશ્રમદાન અભિયાનમાં જોડાયા*

editor

*વાંકાનેર હસનપર ગામ પંચાયત દ્વારા છાપરા વાળીને રહેતા પરિવારજનો માટે સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ અને ટંકારા પોલીસ સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment