• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શાળા બંધ છે શિક્ષણ નહીં સુત્રને સાર્થક કરતા હડિયાણા કન્યાશાળા ના શિક્ષકો*

કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયેલો હતો એવા સમયે બાળકોને ભયમુક્ત તથા તણાવમુક્ત રાખવાના ઉદેશ્ય સાથે લોકડાઉન દરમ્યાન શ્રી હડિયાણા શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેથી બાળકો પ્રવૃત્તિમય રહે. શાળા દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમા વિજેતા થયેલા બાળકોને શ્રી હડિયાણા કન્યા શાળાના તમામ શિક્ષકોના સહકાર અને સહયોગથી વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપવાનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો. આ ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન શાળાના મ.શી. દેવાંગીબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અભિષેક મોરી ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી અરવિંદ એન. મકવાણા દ્વારા વિજેતા બાળકોને અભિનંદન આપ્યા હતા

*શાળા બંધ છે શિક્ષણ નહિ*….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

PETROL DIESEL PRICE TODAY: આજે પણ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના રેટ

Hello Morbi

*મોરબી જિલ્લા ક્રિકેટ એસો. 4 ઓગસ્ટે અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકા નાં ખેડૂતોને “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” હેઠળ અસરગ્રસ્ત જાહેર કરી મળવાપાત્ર સહાય આપવા રજૂઆત*

editor

Leave a Comment