પ્રતિ, તા.૨૬/૧૦/૨૦૨૧.
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
ગુજરાત રાજ્ય,
નવા સચિવાલય,
ગાંધીનગર.
વિષય – ખેડૂતો માટેના અનાવૃષ્ટિ તેમજ અતિવૃષ્ટિ ની સહાયમાં મોરબી જીલ્લો બાકાત કેમ?અને શા માટે અન્યાય?
મહેરબાન સાહેબ શ્રી
જય ભારત સાથ સવિનય જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા અતીવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટેના પેકેજની જાહેરાત કરેલ છે. પરંતુ આ પેકેજ માં મોરબી જીલ્લા નો સમાવેશ કરવામાં આવેલ નથી. આ મોરબી જીલ્લામાં મુખ્યમંત્રી સહાય યોજનાની સ્કીમ મુજબ ૨૮ દિવસ કરતા વધુ સમય સુધી વરસાદ થયેલ નથી. જેથી આ વિસ્તારને અનાવૃષ્ટિગ્રસ્ત ગણીને પણ સહાય આપવાની જરૂરત હતી.
ત્યારબાદ અતિવૃષ્ટિ પણ થયેલ છે. એકવાર વાવેલા પાક વરસાદ ન થવાના કારણે નાશ પામેલ તો બીજીવાર કરેલ વાવેતરનો પાક અતિવૃષ્ટિથી નાશ પામેલ છે.
આમ જોવા જાવ તો મોરબી જીલ્લાને આ બંને સહાય ચૂકવવી જોઈએ, પરંતુ મોરબી જીલ્લાને હળહળતો અન્યાય કરીને આમાંની એક પણ સહાય ચુકવવામાં આવેલ નથી.
મોરબી જીલ્લાના મોરબી માળિયાના ધારાસભ્યને સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે પરંતુ મોરબી જીલ્લાના ખેડૂતોને તો અન્યાય જ થઇ રહ્યો છે. ધારાસભ્ય મંત્રી બનવાથી ખુશ છે હવે તેમને ખેડૂતો ને સહાય મળે કે ના મળે કોઈ ફેર પડતો નથી તેવું લોકો કહી રહ્યા છે.
આ નવી સરકારમાં મોરબી જીલ્લા ને દરેક ક્ષેત્ર અન્યાય જ થઈ રહ્યો હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે.
ત્યારે અમારી આપ સાહેબને નમ્ર વિનતી સાથે માંગણી છે કે અમારા જીલ્લાના ખેડૂતોને ન્યાય આપો અને ઉપર મુજબના પેકજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવા વિનંતી. જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી.
આપના સ્નેહાધીન
(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના :-
(૧) પ્રતિ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફ જાણ તેમજ આ બાબતે ખેડૂતો ના હિત માં યોગ્ય આદેશ કરવા વિનંતી સહ.
(૨) પ્રતિ શ્રી પરેશ ભાઈ ધાનાણી સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(૩) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સાહેબ તરફ જાણ તેમજ આપ શ્રી મોરબી માળિયા ના ધારાસભ્ય શ્રી હોવાના નાતે આ બાબતે યોગ્ય રજૂઆત કરી ને વિસ્તાર ને ન્યાય અપાવવા યોગ્ય કરવા બાબત.
(૪) પ્રતિ માનનીય શ્રી અમિત ભાઈ ચાવડા સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(૫) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય
ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.
