• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબી ની યાદી*

સુજ્ઞ જ્ઞાતિજનો,

 

*નુતન વર્ષ ની ખુબ ખુબ શુભકામનાઓ*

જય જલારામ સાથ જણાવવાનુ કે શ્રી લોહાણા મહાજન-મોરબી ની કારોબારી સમિતી દ્વારા મોરબી સુધારા વાડી શેરી સ્થિત શ્રી લોહાણા મહાજન વાડી અંગે વિચારણા કરવા મા આવી રહી છે. *જે અંતર્ગત બે વિકલ્પો ની વિચારણા થઈ રહી છે. જે અંગે સમસ્ત લોહાણા સમાજ ના ભાઈઓ-બહેનોએ તા.૧૧-૧૧-૨૦૨૧ ગુરુવાર સુધી મા પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે શ્રી લોહાણા મહાજન વાડી- સુધારાવાડી શેરી ખાતે પહોંચાડવા વિનંતી.*

 

૧. સુધારા વાડી શેરી સ્થિત શ્રી લોહાણા મહાજન વાડી નુ સંપૂર્ણ બાંધકામ અત્યાધુનિક રીતે નવેસર થી બનાવવુ. જેમા ગ્રાઉન્ડ ફ્લોર પર આશરે ૧૦ હજાર ફુટ જેટલુ વિશાળ પાર્કીંગ તેમજ ઉપર બે માળ જેટલુ અત્યાધુનિક બાંધકામ, જેમા વિશાળ એ.સી. હોલ, વિવિધ સુવિધાઓથી સુસજ્જ રૂમ, રસોડું તેમજ જમણવાર વિભાગ સહીત નુ બાંધકામ.

 

૨. સુધારા વાડી શેરી સ્થિત વાડી વેંચાણ અથવા ભાડે થી આપી, વાડી ને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરી પાર્ટી પ્લોટ જેવી સુવિધા ઉપલબ્ધ બનાવવી.

 

આ બંને વિકલ્પો અંગે આપનો અમુલ્ય અભિપ્રાય લેખિત મા તા.૧૧-૧૧-૨૦૨૧ ગુરુવાર જલારામ જયંતિ સુધી મા શ્રી લોહાણા મહાજન વાડી ખાતે પહોંચાડવા વિનંતી.

 

*નોંધ- અભિપ્રાય માત્ર લેખિત મા આપવા વિનંતી. ફોન દ્વારા અથવા સોશિયલ મિડીયા દ્વારા અભિપ્રાય કાયદાકીય દ્રષ્ટીએ માન્ય રહેશે નહીં*.

 

લી.

નરેન્દ્રભાઈ રાચ્છ-મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી.

નિર્મિતભાઈ કક્કડ-કન્વીનર શ્રી લોહાણા મહાજન-મોરબી.

 

*મોરબી ના દરેક રઘુવંશીઓ સુધી માહીતી પહોંચાડવા વિનંતી. આપનો કીંમતી અભિપ્રાય જ્ઞાતિ વિકાસ માટે અમુલ્ય રહેશે*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર માટેના ફેન્સી નંબર માટેની રિટેન્ડર પ્રકિયા 𝟗 સપ્ટેમ્બર થી શરૂ થશે*

editor

*મોરબી ઝુલતાપુલ દુર્ઘટના અંગે મોરબી જલારામ મંદિર નો અગત્ય નો સંદેશ*

Hello Morbi

*પૂજનીય સંતો,સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નગરજનોની પાવન ઉપસ્થિતિમાં કનુભાઈ આચાર્યના “હાસ્યાસવ ” પુસ્તકનું ડીસા ખાતે દબદબાભેર થયેલ વિમોચન*

Hello Morbi

Leave a Comment