• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે ની યોજાશે ચુંટણી*

ત્રણ ઉમેદવારી નોંધાય : ૩૧મી સુધી ફોર્મ પરત ખેચાશે

 

(જનક રાજા દ્વારા) મોરબી :- શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હાલ પ્રમુખ પદની જરૂરીયાત હોય જેથી ચુંટણી ની જાહેરાત કરવામાં આવી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરેલ છે. જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સોસાયટી માં વિકાસ ના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા:- 9/1/2022 ને રવિવારના રોજ સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ ચુંટણી માં પ્રમુખ પદ માટે (1) જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, (2) મણીલાલ મોહનભાઈ વિઠલાણી, અને (3) રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી, આમ કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે 31મી ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હોય જેથી 1/1/2022 માં ચિત્ર સ્પષ્ટ થશે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જે લાભાર્થીઓ આવાસ ધરાવતા હોય અને હજુ રહેવા આવેલ ન હોય તેવા તમામ લાભાર્થીઓ પોતાની આવાસ ની સનતની કોપી સાથે હાજર રહી ફરજીયાત મતદાન કરવા ઉમેદવારોએ અપીલ કરી છે.

Related posts

*આઝાદીકા અમૃત મહોત્સવની વકતૃત્વ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ડીસાની દીકરી શ્યામા સોનીનું કરવામાં આવેલ ગૌરવભેર સન્માન*

Hello Morbi

*રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા અહેમદ ભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ*

Hello Morbi

*મોરબીના રૂપમ પાનવાળા હનીફ ભાઈ ના પ્રોત્ર ફૈઝાન મકદુમ મેમણ નો આજે જન્મ દિવસે શુભેચ્છાઓ ની વષૉ*

Hello Morbi

Leave a Comment