• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બ્લુઝોન ફેક્ટરી ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ ભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત*

બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ ભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત

આજે અમારી બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ ભાઈ છાંગા સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રીશ્રી અરવિંદભાઈ વાસદડિયા, મહામંત્રીશ્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મોરબી સિરામિક ઉદ્યોગના આગેવાનો અને એસોસિએશનના હોદ્દેદારો તથા જેટકો અને પીજીવીસીએલ ના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ખાસ કરીને વીજળી માં આવતા અવરોધો અને વીજળીની વધતી જરૂરિયાતને પહોંચી વળવા નવી વીજલાઈનો અને સબસ્ટેશનોનું નિર્માણ, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ, પાણીની સમસ્યા તેમજ ઉદ્યોગને અસર કરતા અન્ય મહત્ત્વના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી.

મંત્રીશ્રી ત્રિકમ ભાઈ છાંગા સાહેબે ઉદ્યોગના પ્રશ્નોને હકારાત્મક અભિગમથી સાંભળી, તેના વહેલી તકે નિરાકરણ માટે શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને ઉદ્યોગકારોની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે આવો સકારાત્મક સંવાદ અત્યંત આવકારદાયક છે.

મનોજ એરવાડિયા
પ્રમુખશ્રી, મોરબી સિરામિક એસોસિએશન

Related posts

*પોરબંદર માં ઈદ એ મિલાદ ની બવ્ય ઉજવણી*

Hello Morbi

*મોરબી જિલ્લા પોલીસવડા, મામલતદાર સહિતના અધિકારીઓએ કોરોના રસી મુકાવી*

Hello Morbi

*પારીઆ પરિવારનું ગૌરવ વધારતા હેતલબેન પારીઆ*

Hello Morbi

Leave a Comment