• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડિયાણા કન્યા શાળાનું ગૌરવ*

શરદ એમ.રાવલ.હડિયાણા.

જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22 માં જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાએ વિભાગ 3 સોફ્ટવેર એપ્લિકેશનમાં ડ્રેગ એન્ડ ડ્રોપ નામની કૃતિ શાળાના વિજ્ઞાન શિક્ષક સી.ઓ. ધમસાણિયાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 7 ની વિદ્યાર્થીનીઓ પીલુડિયા ઐશ્વિબેન ઈલિયાસભાઈ તથા કગથરા હેતવીબેન નરોતમભાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કૃતિએ વિભાગ-3 માં જામનગર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. હવે પછી જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદગી પામેલ છે. આ સિદ્ધિ મેળવવા બદલ જોડિયાના બીઆરસી કો ઓર્ડીનેટર શ્રી આશિષભાઈ રામાનુજ, સી.આર.સી કનુભાઈ જાટીયા તથા શાળાના આચાર્યશ્રી અરવિંદ મકવાણા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપી બિરદાવ્યા હતા…..

 

Related posts

*જામનગર એસ.ટી ડેપોમાં સર્વિસ કરતા કર્મચારી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હવે સાંધાના નહીં રહે વાંધાકારણ કે આયુષ આપે છેજોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી દ્વારા શ્રેષ્ઠ સારવાર*

editor

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે પી એચ સી દ્વારા કોરોના વેક્સિન ટ્રાય રન યોજવામાં આવી*

Hello Morbi

Leave a Comment