• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે હિમાલય-ગંગોત્રીના સંત સીતારામ બાપુની થઈ પધરામણી*

હિમાલય-ગંગોત્રી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી તપ-સાધના કરતા પૂજ્ય સીતારામ બાપુ તાજેતરમાં ડીસા તાલુકાના વાસણા ખાતે પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજની ભાગવત કથામાં પધાર્યા હતા.ત્યાંથી તેઓ પાલનપુર રેલ્વે સ્ટેશનથી દ્રારકા જવા નીકળ્યા ત્યારે ડીસા જલારામ મંદિરે પાવન પધરામણી કરી પૂજ્ય જલારામબાપાના દર્શનનો લાભ લઈ સૌને આશીર્વાદ આપ્યા હતા.

78 વર્ષના નિવૃત આર્મીમેન અને સંસાર ત્યાગીને સંન્યાસી બનેલા પૂજ્ય સીતારામ બાપુ સામાન્ય આવતા પેન્શન ઉપર જીવે છે અને ભક્તિમાં ખલેલ ના પહોંચે એ માટે એક જ ટાઈમ ભોજન લે છે.સતત તપ-સાધના કરતા તેઓ કોઈ પણ પ્રકારની ભેટ કે દાન સ્વીકારતા નથી.

ડીસા જલારામ મંદિરે પૂજ્ય સીતારામ બાપુ પધારતાં અગ્રણીઓ સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર, શશીકાંતભાઈ ડી.ઠકકર, આર.ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,દિનેશભાઈ ચોક્સી,ભગીરથભાઈ સુથાર, સુરેશભાઈ દેવવાળા,કમલેશભાઈ ભોજરાજભાઈ ઠકકર સહિત અનેક જલારામ ભકતોએ તેમનું સ્વાગત-સન્માન કરી આશીર્વાદ લીધા હતા.વર્ષોથી હિમાલય-ગંગોત્રી ખાતે એકાંત સાધના કરતા ખૂબ જ તેજસ્વી,ઓજસ્વી,તપસ્વી પૂજ્ય સીતારામ બાપુના દર્શનથી પણ સૌ ભકતોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી કોડીનાર ની પોલીસ ટીમ*

Hello Morbi

*જોડીયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ, હાઈઝીન કીટ અને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ*

Hello Morbi

*HELLO MORBI:HELLO MORBI:*માનસીક રીતે અસ્થિર અને પથારીવશ વૃદ્ધાને આશ્રય અપાવતી એલ્ડરલાઇન ૧૪૫૬૭ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન શી ટીમ*

editor

Leave a Comment