• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની શુભેચ્છા મુલાકાત*

શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની શુભેચ્છા મુલાકાત
ડીસાના શુભેચ્છક ગ્રુપે ડીસા ઉતર પોલીસ સ્ટેશનના ખૂબ જ ઉત્સાહી,કાબેલ તેમજ અનુભવી પોલીસ ઇન્સ્પેકટર શ્રીમતી અલ્પાબેન બ્રિજેશકુમાર ખત્રીની શુભેચ્છા મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી.
શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ચંદુભાઈ એટીડી સહિત સૌએ પોલીસ ઇન્સ્પેકટરની મુલાકાત લઈ તેમની જીવન કારકિર્દી અંગે વિશેષ ચર્ચા કરી હતી.મૂળ સુરતનાં વતની પોલીસ ઇન્સ્પેકટર અલ્પાબેન ખત્રીએ સુરત, અમદાવાદ, વડોદરા સહિત વિવિધ સ્થળોએ 12 વર્ષ સુધી પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ખૂબ જ સફળતાપૂર્વક ફરજ બજાવી છેલ્લા બે વર્ષથી ખૂબ જ ઉત્સાહ,ખંત અને ધગશથી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી રહેલ છે.એમ.કોમ. સુધીનો અભ્યાસ ધરાવતાં અલ્પાબેન આર્મીમાં જવાની પ્રબળ ઈચ્છા ધરાવતાં હતાં પણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ ભરૂચ ખાતે વન વિભાગમાં ક્લાર્ક તરીકે જોડાયાં હતાં.ત્યારબાદ જી.પી.એસ.સી ની પરિક્ષા આપતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યાં હતાં.
દરેક સ્થળે એમણે ખૂબ જ વફાદારી અને પૂર્ણ ઉત્સાહથી ફરજ બજાવતાં દરેક પોલીસ સ્ટેશનમાં તેમણે આગવી ચાહના પ્રાપ્ત કરી હતી.
શુભેચ્છક ગ્રુપ ડીસાની મુલાકાતથી તેમણે અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI: સફાઈ કામદારોએ સીધા ધિરાણ યોજના અન્વયે વિવિધ યોજનાનો લાભ લેવા ૩૦ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવી*

editor

*મોરબી : ખાનગી શાળામાં ફી વધારો પાછો ખેંચવા અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે* *આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS:વાંકાનેર તાલુકા પોસ્ટે દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

Leave a Comment