• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ના જામ દુધઈ ગામે ધોરણ 8 ના વિદ્યાર્થી ઓ નો વિદાય સંભારણ યોજાયો*

શરદ એમ.રાવલ..હડિયાણા..આજ રોજ તારીખ 29 એપ્રિલ 2022 ના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી જામદૂધઈ તાલુકા શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 8 ના કુલ 10 બાળકોને એક એક વૃક્ષનો રોપ શાળા પરિવાર તરફથી ભેટ આપવામાં આવ્યો. આ ઉપરાંત માર્ચ 2022 થી મેં 2022 સુધીમાં શાળાના જેટલા બાળકોના જન્મદિવસ આવે છે એવા દરેક બાળકને પણ એક એક વૃક્ષનો રોપ ભેટ આપવામાં આવ્યો એમ કુલ 50 જેટલા રોપનું વિતરણ કરાયું તથા દરેક બાળક એનું જતન કરે અને પોતાના તથા પોતાના પરિવારના દરેક સભ્યના જન્મદિવસે પણ એક વૃક્ષ વાવીને એનું જતન કરશે એવા શપથ પણ લેવડાવવામાં આવ્યા.

આ સાથે માનનીય વડાપ્રધાન દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ પંચાયત મહાસંમેલનમાં દરેક ગામના જનપ્રતિનિધિને *આઝાદી કા અમૃત મહોત્સવ* અન્વયે 75 વૃક્ષ વાવી એનો ઉછેર કરવા સૂચન કરેલ હતું એને પણ ચરિતાર્થ કરવા અને દેશને હરિયાળી તરફ લઈ જવા માટે શ્રી જામદૂધઈ તાલુકા શાળા દ્વારા પહેલની શરૂઆત કરી એક નાનકડું ડગલું ભર્યુ છે. સાથો સાથ શાળા પરિવાર દ્વારા શાળાના ધોરણ 1 થી 8 તમામ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા જાતે જ બનાવી બાળકોને જમાડીને વિદાય સમારંભને યાદગાર બનાવવામાં આવ્યો…..

 

Related posts

* *માજી ધારાસભ્ય કાનાભાઇએ સિવિલ હોસ્પિટલમાં કલેકટર ને કરી ઉગ્ર રજૂઆત*

Hello Morbi

*પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ: બ્રહ્મનાથ મહાદેવ અને સાનિધ્યમાં બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment