• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શકિતરાજભાઈનું જલારામ ટ્રસ્ટ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શકિતરાજભાઈનું જલારામ ટ્રસ્ટ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન
મનની શકિતને કેન્દ્રિત કરી પોઝીટીવ વિચારસરણી અપનાવવામાં આવે તો અનેક રોગો તેમજ સમસ્યાઓમાંથી વહેલી તકે છૂટકારો મળે છે.આ વાતને બ્રહ્માકુમારી પરિવારના માધ્યમથી ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવનાર આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શકિતરાજભાઈ તાજેતરમાં ડીસાના મહેમાન બન્યા હતા.રાજમંદિર સિનેમા ખાતે પિયુષભાઈ આચાર્ય તેમજ સોશીયલ મીડિયા સંયોજક બ્રહ્માકુમાર શશીકાંતભાઈ ત્રિવેદીના સહયોગથી યોજાયેલ આ મોટીવેશનલ કાર્યક્રમનો ડીસાના અનેક નગરજનોએ લાભ લીધો હતો અને ખૂબ જ સરાહના કરી હતી.
આ પવિત્ર દિવસે તેમના દ્રારા બનાવવામાં આવેલ મંગલ મીશન ફિલ્મનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતી.ડીસા કેન્દ્રનાં સંચાલિકા બ્રહ્માકુમારી સુરેખાબેને માર્ગદર્શન આપ્યું હતું.બ્રહ્માકુમાર શકિતરાજભાઈની જીવનલક્ષી પ્રેરણાદાયી સ્પીચ તેમજ ફિલ્મથી ઉપસ્થિત સૌકોઈ પ્રભાવિત થયા હતા.જય જલારામ ટ્રસ્ટ ડીસાના જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,પિયુષભાઈ આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,મહેશભાઈ ઉડેચા,દીલીપભાઈ રતાણી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ગફુલભાઈ દેસાઈ,બળદેવભાઈ રાયકા,નરેશભાઈ ઉડેચા,શશીકાંતભાઈ ત્રિવેદી,મહેશભાઈ મનવર,ચંદુભાઈ એટીડી,સુરેશભાઈ વકીલ,કાંતિભાઈ માળી,મનોજભાઈ ફોટોગ્રાફર સહિત સૌએ સાથે મળી શકિતરાજભાઈનું સન્માનપત્ર તેમજ ફૂલછડીથી સન્માન કરી તેમને અભિનંદનસહ અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી
.

Related posts

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની-મોરબી દ્વારા પોલીસ જવાનો તથા જેલ ના કેદીઓએ ને રાખડી બાંધી રક્ષાબંધન નો પર્વ ઉજવાયો.*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો*

editor

*મોરબીના જેતપુર ગામે સેવાભાવી યુવાનો પર થયેલા જીવલેણ હુમલાને લઈને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસપીને લેખીત રજૂઆત*

Hello Morbi

Leave a Comment