• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના મેઘપર ગામની પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરાયું*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

તા.જોડિયા. જી. જામનગર.

ગામ.હડિયાણા……………

આજરોજ શ્રી મેઘપુર તાલુકા શાળામાં રોજ ધોરણ 1 થી 5 માં બાલ મેળો તથા ધોરણ 6 થી 8માં લાઈફ સ્કીલ મેળાનું આયોજન શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું………….

જેમાં ધોરણ એક થી પાંચમાં જુદા જુદા વિષયો જેવા કે રંગ પૂરણી કાગળ કામ ચિટક કામ માટીકામ જેવી પ્રવૃત્તિઓ બાળકોએ ખૂબ હોશપૂર્વક કરી અને ધોરણ છ થી આઠ ના બાળકોએ લાઈફ સ્કીલ મેળામાં કાતર કામ ભરતગુંથણ મહેંદી કામ સાયકલમાં પંચર બનાવવું લાઈટબોર્ડમાં સ્વીચ નાખવી કુકરની રિંગ બદલાવી વગેરે જેવી પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરવામાં આવી

આ કાર્યક્રમ ગામના સરપંચ શાળાના એસએમસીના સભ્યો તલાટી કમ મંત્રીશ્રી તથા સમસ્ત મહાજન ગ્રુપ રાજકોટના દાતાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અંતે સમસ્ત મહાજન ગ્રુપે બાળકોને ચોપડા તથા પેન નું વિતરણ કરી પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું અંતે ઇનામ વિતરણ કરનાર સમસ્ત મહાજન ગ્રુપ રાજકોટનો આભાર શાળાના આચાર્યશ્રીએ તથા ગામના સરપંચે માન્યો હતો.

Related posts

*HELLO MORBI: મોરબી: લોહાણાદુઃખદ અવસાન નોંધ અને બેસણું*

editor

*HELLO MORBI:કચ્છ: અંજાર, ગાંધીધામ વિસ્તારમાં થયેલ મો.સા ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ચોરીના મો.સા. સાથે પકડી પાડતી કાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબી ભાજપ શાસિત નગરપાલિકા માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી પગલાં લેવા કોંગ્રેસ પક્ષની માંગણી*

editor

Leave a Comment